Site icon Revoi.in

અમદાવાદના કાળુપુર રેવડી બજારમાં ભીષણ આગ લાગતા 30 દૂકાનો બળીને ખાક

Social Share

અમદાવાદ.18 માર્ચ 2026: 30 shops gutted in massive fire at Ahmedabad’s Rewadi Bazaar  શહેરના કાળુપુર વિસ્તારમાં પાંચકુવા રેવડી બજાર માર્કેટ- સિંધી માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગમાં 30થી વધુ દુકાનો બળીને ખાક થઈ હતી. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં પાંચકૂવા રેવડી બજાર- સિંધી માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યો હતો. રેવડી બજાર સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. આગને લીધે ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે. બાજુના કોમ્પ્લેક્સમાં લોકો ઉપર ચઢીને આગ જોવા માટે ઉભા રહી ગયા હતાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જોકે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ લાગ્યાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.. અંદાજે એક કલાક બાદ બહારના ભાગે આવેલી દુકાનોમાં આગ કાબુમાં આવી ગઈ હતી. દુકાનોમાં કાપડ હોવાના કારણે થોડી થોડી આગ પકડાઈ રહી હતી, જેના માટે પાણીનો વધુ મારો ચલાવવામાં આવ્યો હતો. છાપરાની ઉપર ચઢી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે આગને કાબુમાં લેવા મહેનત કરી હતી.

Exit mobile version