
રાજકોટની જેલમાં 305 કેદીઓને શ્રાવણ મહિનાના ઉપવાસ, જેલના સત્તાધિશો આપે છે, ફરાળ
રાજકોટઃ શ્રાવણ મહિનોને ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે. ભાવિકો ઉપવાસ-એકટાણા કરીને દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે રાજકોટની જેલના 305 જેટલા કેદીઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા 400 ગ્રામ સૂકીભાજી અને 3 નંગ કેળા ઉપવાસી કેદીઓને નિયમિતપણે અપાય છે.
રાજકોટ મધ્યસ્થ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં ઉપવાસ-એકટાંણા કરવાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગના કેદીઓ ઉપવાસ કરીને ભગવાનની આરાધના કરી રહ્યા છે. ત્યારે કેદીઓની આસ્થાને માન આપીને જેલમાં પણ ઉપવાસ કરતા કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેલ તંત્ર દ્રારા જે કેદીઓએ ફરાળનું આયોજન કરાયું છે.જેમાં ઉપવાસ રહેતા દરેક કેદીને 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ બટાટાની સૂકી ભાજી, 50 ગ્રામ ગોળ અને 3 નંગ કેળા એક ટાઇમ ભોજન માટે આપવામાં આવે છે.દરેક કેદી માટે રસોડામાં પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેલમાં બંધ કેદીઓ શ્રાવણ મહિનામાં શિવનું પૂજન અર્ચન પણ કરી શકે છે.જેલમાં દરેક બેરેકમાં શિવલીંગ મુકવામાં આવેલી છે.જે પણ કેદીઓને પૂજન અર્ચન કરવું હોય તેને કેન્ટીનમાંથી દૂધ પણ આપવામાં આવે છે અને ફૂલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. કેદીઓ પણ ભગવાનનો અભિષેક કરે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આમ રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ ઉપવાસ એકટાણાં કરીને શ્રાવણોત્સવ મનાવી રહ્યા છે.