- ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું વડાપ્રધાને કર્યું ઉદઘાટન,
- સૂર્યઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશેઃ મોદી,
- ભારતના 17 શહેરો સોલારસિટી બની રહ્યા છે
ગાંધીનગરઃ ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે. અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારીત નથી. આથી અમે સોલાર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. જી-20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ જે કરીને બતાવ્યું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતુ.
ગાંધીનગર ખાતે ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મોઢેરમાં સેંકડો વર્ષ જૂનું સૂર્યમંદિર છે અને સાથે આ ગામ સોલાર વિલેજ છે. તમે બધા અયોધ્યા વિશે ઘણું બધુ જાણો છો. ભગવાન રામની જન્મભૂમિ છે. પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશનો સ્ટોલ પણ જોયો. હું ઉત્તર પ્રદેશવાલા પણ બની ગયો છું. અમારો પ્રયાસ છે કે, અયોધ્યાનું એક એક ઘર સોલાર પેનલથી ચાલે. ભારતના 17 શહેરોને સોલાર સિટી તરીકે બનાવવા જઈ રહ્યા છીએ.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારીત નથી. આથી અમે સોલાર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. જી20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ જે કરીને બતાવ્યું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. એક નાનો પરિવાર 250 યુનિટ વીજળીની ખપત છે તે હવે 25 હજારની કુલ બચત કરશે. એટલે 25 હજારનો ફાયદો થશે. ઘરમાં દીકરીનો જન્મ થાય અને આ રકમ PPFમાં નાખે તો એ દીકરી 20 વર્ષની થાય ત્યારે આ રકમ 10-12 લાખ થઈ જશે અને દીકરીના ફ્યુચર માટે બહુ કામ આવશે. ગ્રીન જોબ ઘણી ઝડપથી વધશે, હજારો વેન્ડરની જરૂર પડશે. આ યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યા છે જે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી છે. આપણા વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે, 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું. મિત્રો તમે બધા જાણો છો કે, ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજીવાર ચૂંટી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોપ 3 ઇકોનોમીમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને ડેવલોપમેન્ટનો હિસ્સો બનાવવાનો એક્શન પ્લાન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM મોદી સમયથી આગળ ચાલનારા નેતા છે. CM તરીકે મોદીએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય બનાવ્યું હતું. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી જ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં અને કામો થયા છે. ગુજરાત દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં બીજા ક્રમે છે. કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. આ સેક્ટરનું યોગદાન 54 ટકા છે. રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. વાઇબ્રન્ટ 2024 માં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં 1600 km દરિયો વિકાસ દ્વાર બન્યો છે. ભારત દેશ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધી રહ્યો છે. PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત લિડિંગ સ્ટેટ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઊર્જા સંગ્રહ માટે ગુજરાતમાં 50 જગ્યા આઇડેન્ટીફાય કરી લીધી છે. ગુજરાત ગ્રીન એનર્જીના રોકાણ માટેનું હબ બની ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 16 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. મોદીએ સૌપ્રથમ સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ આવી પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો ચલાવ્યો હતો. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાલથી સ્વાગત કર્યું હતું.