1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ
ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

0
Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 લાખનું બીલ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં વીજચોરી અંગેની ફરિયાદને લઈને ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયની સુચનાઓને લઈને 35 ટીમો પોલીસ, એક્સઆર્મીમેન અને વીજકંપનીના અધિકારીઓ સાથે શહેર અને પાટડી દસાડા મળીને કુલ 420 કનેક્શન ચેક કર્યા હતા.જેમાં 78 કનેકશનોમાં વીજ ચોરી ઝડપી પાડી હતી. આમ ધ્રાંગધ્રા અને પાટડી પથકમાં અલગ અલગ સીટી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડી કુલ રૂ.30.50 લાખના બીલ ફટકારાયા હતા. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે ધ્રાંગધ્રા વિભાગીય કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયએ જણાવ્યું કે તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. અને પીજીવીસીએલની ટીમો દ્વારા કોઈ પણ શેહસરમ રાખ્યા વગર ચેકિંગ કામગીરી ચાલુ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પણ વીજચેકિંગ કરાતા અનેક લોકો વીજળીની ચોરી કરતા પકડાયા હતા.અને તેમની પાસેથી લાખોનો દંડ વસુલવામાં આવ્યો હતો. પીજીવીસીએલમાં લાઈન લોસ વધી રહ્યો હોવાથી વીજચોરોને પકડવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code