Site icon Revoi.in

પાટણના સાંતલપુર હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

Social Share

પાટણ, 10 એપ્રિલ 20264 killed in accident between tanker and car જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે પર રોઝુ ગામ નજીક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સાંતલપુર નેશનલ હાઇવે પર રોઝુ ગામના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલા એક ટેન્કર અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે અલ્ટો કારનો કુરચો બોલી ગયો હતો. કારમાં સવાર પ્રવાસીઓ લોહીલુહાણ હાલતમાં કારમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી ચાર વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત બે પ્રવાસીને સારવાર માટે સાંતલપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સાંતલપુર પોલીસ સ્ટેશનના PI નિકુલ પંચાલે જણાવ્યું હતું કે સાંતલપુરના રોઝુ પાટિયા પાસે ગામે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો છે. ચાર લોકોના મોત થયા છે અને 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો વારાહી ગામના મુસ્લિમ ઘાંચી સમાજના છે. તેઓ હાજીપીર દર્શન કરી પરત ફરતા અકસ્માત થયો છે.

Exit mobile version