Site icon Revoi.in

કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન મંડળના 180 લોકો પહોંચ્યા હતા. એમાં ગુપ્ત કાશીમાં દર્શન માટે ગયેલા 47 શ્રધ્ધાળુઓ ફસાઈ ગયા હતા. કારણકે ભારે વરસાદને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીનો રસ્તો તૂટી જતા તંત્રેએ ત્વરિત 6 કિલોમીટરના રસ્તા પર કામચલાઉ લાકડાનો પૂલ બનાવી દીધો છે.  જોકે 47 યાત્રાળુઓએ વરસાદ વચ્ચે પગપાળા ચાલીને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.

રાજકોટના દેપાળીયામાં શ્રી રામધૂન મંડળના ચારધામની યાત્રાએ ગયેલા 180 યાત્રાળુઓમાંથી 133 યાત્રાળુઓ દર્શન કરી અને પરત ફરી ગયા હતા જ્યારે 47 યાત્રાળુઓ દર્શન માટે આવ્યા હતા. કેદારનાથથી 20 કિલોમીટર દૂર ગૌરીકુંડ આવેલો છે. ગૌરી કુંડથી સોનપ્રયાગ સુધીનો 6 કિલોમીટરનો રસ્તો તૂટી જતા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જોકે હવે અહીં તંત્ર દ્વારા કામ ચલાવ લાકડાનો પુલ બનાવી દીધો છે. તેની મદદથી લોકો પગપાળા અહીંથી પસાર થઈ શકે છે. યાત્રાળુઓ ગૌરી કુંડથી સોનપ્રયાગ જવા માટે પગપાળા નિકળ્યો છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં  કેદારનાથમાં ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા અનેક યાત્રિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. દેપાળીયા શ્રી રામધૂન મંડળમાં રાજકોટ, જામનગર, વલસાડ, વાપી અને અમદાવાદ સહિતના જિલ્લામાંથી લોકો અહીં દર્શન માટે આવેલા છે. અહીં વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજી જોવા મળે છે. રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જેને કારણે માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની પરંતુ સમગ્ર ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોના અહીં આવેલા લોકો પણ મુશ્કેલી રહ્યા છે.

Exit mobile version