
અમદાવાદ અને ગાંધીનગર સહિત દેશના આ 13 શહેરોમાં 5G ઈન્ટરનેટ સર્વિસ શરૂ થશે
દિલ્હીઃ ભારતમાં 5જી ઈન્ટરનેટ સર્વિસનો ઈંતઝાર આગામી વર્ષ 2022માં ખતમ થઈ જશે. જેને સૌ પ્રથમ ભારતના 13 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. જે બાદ ધીરે-ધીરે શહેરો અને દેશના વિવિધ રાજ્યોમાં સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર 13 શહેરોમાં ટેલિકોમ ઓપરેટર્સએ પહેલાથી 5જી ટ્રાયલ સેટઅપ કરી દેવામાં આવ્યાં છે. આ શહેરોમાં અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકત્તા, લખનૌ, મુંબઈ અને પૂના શહરનો સમાવેશ થાય છે. જો કે, હજુ સુધી એ નક્કી નક્કી નથી કે, પહલા ક્યું ટેલિકોમ ઓપરેટર કોમર્શિયલી 5જી સર્વિસને રોલઆઉટ કરશે. 5જી સર્વિલ રોલઆઉટ પહેલા સ્પેક્ટ્રમ ઓક્શન થશે. જો કે, આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનએ તારીખ જાહેર કરી નથી.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ટેલીકોમ સેક્ટર રેગ્યુલેટરએ રિઝર્વ પ્રાઈસ, બેંડ પ્લાન, બ્લોક સાઈઝ અને ક્કાંટમ ઓપ સ્પેક્ટ્રમ જેવા આસ્પેક્ટસ પર અભિપ્રાય માંગ્યાં છે.
ટેલિકોમ ઓપરેટર વિવિધ શહેરોમાં 5જી ટ્રાયલ કરી શકે છે. જેથી ઈન્ટરનેટની સ્પીડ વધારે જોવા મળશે. 5જી આવાથી ગેમિંગ ઈન્ડસ્ટ્રી અને આઈએ ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે.
ટેકનોલોજીના આ જમાનામાં હવે સ્માર્ટફોન લોકોના જીવનનો એકભાગ બની ગયો છે. ઓનલાઈન એજ્યુકેશન, બેંકીંગ સહિતની સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થાય છે. હાલ લોકો 4જી ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે અને હવે 5જી ઇન્ટનેર સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવે જોવુ રહ્યું કે, દેશમાં ક્યારથી 5જી નેટ સેવાઓ શરૂ થાય છે. પરંતુ તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.