Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું

Social Share

અમદાવાદ,10 ફેબ્રુઆરી 2026શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મલેસિયાથી આવેલા એક પ્રવાસી પાસેથી 6.8 કિલો હેરોઈન પકડાયું છે.પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છૂપાવ્યું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતાથી હેરોઈન પકડાયુ છે.

અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાણચોરો અને ડ્રગ્સ માફિયાઓ માટે જાણે પ્રવેશ દ્વારા બન્યું હોય તેમ રોજબરોજ સોનું કે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. જોકે કસ્ટમ વિભાગ સહિત સુરક્ષા એજન્સીઓની પણ પ્રવાસીઓ પર બાજ નજર હોય છે. ત્યારે સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મલેશિયાથી આવેલા એક પેડલર પાસેથી 30 કરોડ રૂપિયાનું 6.8 કિલો હેરોઈન ઝડપાયું છે. પ્રવાસીની તસ્કરીની રીત જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર મલેશિયાથી આવેલા પ્રવાસીના લગેજમાં X-ray સ્કેનિંગથી બચવા માટે હેરોઈનને સિલ્વર ફોઈલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું અને હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં છુપાવ્યું હતું. પરંતુ સતર્ક સુરક્ષાકર્મીઓએ આ કરોડોનું ‘હેરોઈન પકડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે, અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ એર એશિયા ફ્લાઇટ નંબર AK-91 દ્વારા કુઆલાલંપુરથી આવતા એક પ્રવાસીને અટકાવ્યો હતો. તેના સામાનની ચકાસણી કરતાં પ્રવાસીના સામાનમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્ય ધરાવતા કુલ 29 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. માદક દ્રવ્યોને કુદરતી સાબુ અને હર્બલ સાબુ બારના રૂપમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યા હતા, જે મૂળ સાબુ પેકેજિંગ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા, જોકે સાબુના કોઈ વાસ્તવિક ઘટકો મળ્યા ન હતા, સાથે ત્રણ સફેદ પરબિડીયાઓ પણ મળી આવ્યા હતા. એક્સ-રે સ્ક્રીનીંગ દરમિયાન શોધ ટાળવા માટે પ્રતિબંધિત વસ્તુને ચાંદીના વરખ અને કાર્બન પેપરમાં વધુ લપેટવામાં આવી હતી. જપ્ત કરાયેલ પદાર્થના પ્રારંભિક પરીક્ષણમાં હેરોઈનની હાજરી દર્શાવવામાં આવી હતી.

Exit mobile version