વલસાડ, 22 એપ્રિલ 2026: 6 killed as pickup van overturns જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક પ્રવાસીઓ ભરેલી પીકઅપ વાન (ડાલુ) એકાએક પલટી મારી જતાં 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારના લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ, રસ્તામાં આવતા એક ચઢાણ પર વાન ચઢી રહી હતી ત્યારે અચાનક વાન રિવર્સ આવવા લાગી હતી અને તે જ સમયે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાન રિવર્સમાં આવવા લાગી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, વલસાડના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામ નજીક પીરઅપ વાન (ડાલુ) પલટી જતા અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પીકઅપ વાનમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા પીકઅપ વાનમાં પરિવાર આણું વાળવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવારના સભ્યો માટે આ સફર અંતિમ સફર સાબિત થઈ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રસ્તામાં આવતા એક ચઢાણ પર વાન ચઢી રહી હતી ત્યારે અચાનક વાન રિવર્સ આવવા લાગી હતી અને તે જ સમયે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાન રિવર્સમાં આવવા લાગી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

