Site icon Revoi.in

નડિયાદમાં 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી, અને 70 લાખ રોકડની ઘરફોડ ચોરી

Social Share

નડિયાદઃ શહેરના કપવંજ રોડ પર આવેલા એસ.આર.પી કેમ્પસ સામે પ્રભુકૃપા સોસાયટીમાં મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા, અને એક મકાનના મુખ્ય દરવાજાના તાળાં તોડીને ઘરમાં પ્રવેશીને 60 તોલા સાનાના દાગીના, 500 ગ્રામ ચાંદી અને 70 લાખની રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી રોકડ રકમ અને સોનાના દાગીના ઘરમાં રખાયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.  ડોગસ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લીધી છે.

ખેડાના નડિયાદ શહેરમાં લાખોની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી પરિવારે સોનું અને રોકડ ઘરમાં રાખ્યું હતું. તસ્કરો ઘરમાં ઘુસી 60 તોલા સોનું અને 70 લાખથી વધુની રોકડ ચોરી ફરાર થઈ ગયા હતાં. હાલ આ મામલે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, નડિયાદના કપવંજ રોડ પર એસ.આર.પી કેમ્પસ સામે આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ તસ્કરો એક ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તાળા સાથે તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. ઘરમાં તિજોરી, કબાટ ફેંદી તમામ કિંમતી ચીજવસ્તુઓ લઈને ભાગી ગયા હતાં. પરિવારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, તસ્કરોએ 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 70 લાખથી વધુની રોકડની ચોરી કરી હતી.  તસ્કરો સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન થયા છે. પરિવારજનો લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખથી વધુની રોકડ લઈ પલાયન થઈ ગયા છે.

કપડવંજ રોડ પર એસ.આર.પી કેમ્પ સામે આવેલી પ્રભુકૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવ્યું હતું. લગ્ન પ્રસંગ હોવાથી સોનું તેમજ દીકરો વિદેશ જવાનો હોવાથી પરિવારે ઘરમાં લાખો રૂપિયાની રોકડ રાખી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દરવાજાનો તાળા સાથે નકૂચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં તિજોરી, કબાટ ફેંદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા હતા. ચહેરા પર નકાબ બાંધી ઘરમાં અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version