Site icon Revoi.in

કેદારનાથ નજીક ગૌરીકૂંડ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 યાત્રાળુઓના મોત

Social Share

દહેરાદૂનઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. ત્યારે ઘણા યાત્રિકો હેલિકોપ્ટરમાં કેદારનાથ જતા હોય છે. આજે  રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાઇલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળકનો સમાવેશ થાય છે.

આજે રવિવારે વહેલી સવારે કેદારનાથ જઈ રહેલું ગૌરીકુંડ પાસે તૂટી પડ્યુ હતું. શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ.

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) અનુસાર, હેલિકોપ્ટરમાં યુપી-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા. ગૌરીકુંડથી NDRF અને SDRF બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. આઈજી ગઢવાલ રાજીવ સ્વરૂપે જણાવ્યું હતું કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે કારણ કે તે આગમાં બળી ગયા હતા. મૃતકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને સંબંધીઓને સોંપવામાં આવશે. હાલ ચાર ધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું – હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે. આમાં, ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવી અને હવામાનની સચોટ માહિતી મેળવવી ફરજિયાત બનાવવામાં આવશે.

હેલિકોપ્ટર ક્રેશ થતાં મૃત્યુ માપેલાઓમાં કેપ્ટન રાજબીર સિંહ ચૌહાણ (પાયલોટ, જયપુર), વિક્રમ રાવત (બીકેટીસી, રાસી, ઉખીમઠ), વિનોદ દેવી (ઉત્તર પ્રદેશ, ઉંમર 66 વર્ષ), તૃષ્ટિ સિંહ (ઉત્તર પ્રદેશ, ઉંમર 19 વર્ષ), રાજકુમાર સુરેશ (ગુજરાત, ઉંમર 41 વર્ષ) શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ – (મહારાષ્ટ્ર)  અને કાશી (ઉંમર 02 વર્ષ, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું-  હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું.’

Exit mobile version