રાજકોટમાં 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરાશે, દેશનું જોરદાર વૃદ્ધાશ્રમ
રાજકોટ : આપણા દેશમાં આજે પણ એવા છોકરાઓ છે કે જેઓ લગ્ન પછી અથવા પોતાના જીવનને પોતાની રીતે જીવવા માટે પોતાના માતા પિતાને હેરાન કરતા હોય છે અને આખરે તેમને વૃદ્ધાશ્રમમાં મુકી આવતા હોય છે. કેટલાક માતા પિતા એવા હોય છે કે જેઓ પોતાની રીતે ગુજરાન ચલાવી લે છે પરંતુ કેટલાક માતા પિતા એવા હોય છે જેઓ લાચાર અને મજબૂર થઈ જતા હોય છે અને તેના કારણે આખરે તેમને પોતાનું જીવન જેમતેમ કાઢવા માટે આખરે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે.
આવા છોકરાઓ કે જેઓ પોતાના માતા પિતાનું ધ્યાન નથી રાખતા અને માતા પિતાને ઘર છોડવા માટે લાચાર કરી દે છે તે માતા પિતાને વધારે તકલીફ નહીં પડે કારણ કે હવે રાજકોટમાં આ પ્રકારના પીડિત માતાપિતાને આશરો મળી રહે, સહારો મળી રહે તે માટે જોરદાર વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. આ વૃદ્ધાશ્રમમાં દરેક માળે અગાસી હશે, જેમાં વડીલો વોકિંગ કરી શકશે, પથારીવશ વડીલોની કેર કરવા માટે કેર ટેકરની ટીમ 24 કલાક 365 દિવસ ફરજમાં રહેશે. નવનિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે વડીલો વ્હીલચેરમાં જઈ શકે એવી સુવિધા હશે.
હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડીલો પોતાની પાછલી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે, જેમાંથી 180 વડીલ પથારીવશ છે. ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે છે.
આ અંગે યોજાયેલી પત્રકાર સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ કદાચ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. બિલ્ડિંગમાં કુલ 7 ટાવરમાં 700 રૂમ બનાવવામાં આવશે, જેમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે 2100 વડીલને આશરો આપવામાં આવશે.