1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ
પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ

પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ દોરી પર લપેટાયું હતુ

0
Social Share

અમરેલીઃ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે આસાન બનતો જાય છે. છેલ્લા એક વર્ષમાં મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તાજેતમાં જ કંડલા બંધરેથી ડ્રગ્સ પકડાયા બાદ પીપાવાવ પોર્ટ પરથી રૂપિયા 450 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ પકડાયુ છે.

સૂત્રોના  જણાવ્યા મુજબ અમરેલીના પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 80 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી થાય છે. હજી ચાર દિવસ પહેલાં જ અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને 56 પેકેટ (અંદાજે 56 કિલોગ્રામ) ડ્રગના જથ્થા સાથે ઝડપી 9 પાકિસ્તાનીની ધરપકડ કરાઈ હતી. તદુપરાંત અગાઉ કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. રસપ્રદ છે કે, આ વખતે ડ્રગ્સને સુતરની આંટીમાં ફીટ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાયણની દોરી પર કલરનો ઢોળ ચઢાવે તે રીતે લપેટાયું હતું. આશરે 350 કિલો જેટલા સૂતરમાં આ ડ્રગ્સનો ઢોળ ચડાવાયો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાંથી મોટી માત્રામાં ડ્રગ્ઝનો જથ્થો મળી આવ્યાની સાથે જામનગર ડીઆરઆઈ દ્વારા ગુજરાતનાં દરિયાકાંઠા પર તેમજ અન્ય પોર્ટ પર ઘુસાડવામાં આવેલા ડ્રગ્ઝનાં જથ્થા અંગે ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી. જેમાં જામનગર ડીઆરઆઈને પિપાવાવ પોર્ટ પર કન્ટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલા નશીલા પદાર્થને પકડી પાડવાાં સફળતા સાંપડી હતી. તપાસનીશ ટીમ દ્વારા આ નશીલા પદાર્થને ચકાસણી માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનર્સમાંથી અંદાજે 80 કિલો ડ્રગ્સ મળી આવ્યું હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  102 હિલો હેરોઈન અટારી ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યું હતું, આજ આરોપીના ગુજરાત કનેક્શનમાં પીપાવાવ પોર્ટ પર 5 મહિના પહેલા કન્ટેનર આવ્યું હતું. જેમાં 350 કિલો સુતળી હતી, જેમાં લિક્વિડ ફોર્મમાં હેરોઈન આવ્યું હતું. કન્ટેનરમાંથી 80થી 90 કિલો હેરોઈન મળ્યું છે, જેની કિંમત 450 કરોડ રૂપિયા જેટલી થાય છે. 7 દિવસમાં 436 કિલો હેરોઈન જપ્ત થયું હતુ, જેની કિંમત 2180 કરોડ રૂપિયા જેટલી થાય છે. ગુજરાતના પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું હતું. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. DRI દ્વારા સેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં હતા.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને કન્ટેનરને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. એટલું જ નહીં એક માસ સુધી આ કન્ટેનર છોડાવવા માટે કોઈ દેખાયું નથી તેની પણ તપાસ જરૂરી બની છે.  યાર્નનું કન્ટેનર સાદુ હોવાને બદલે રિફર કોલ્ડ સ્ટોરેજવાળું કન્ટેનર છે તેથી તે શંકાના દાયરામાં આવી ગયુ હતું. . હાલ તો FSL ટીમને ઘટનાસ્થળે બોલાવીને કન્ટેનરની અંદર રહેલા યાર્નનું સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલ્યું છે. પરંતુ એજન્સીઓને સૌથી પહેલી શંકા આ કન્ટેઈનર રિફર કોલ્સ સ્ટોરેજવાળું હોવાને કારણે જ ગઈ હતી.

ભારતમાં અત્યારસુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું, પરંતુ આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સમાફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. (File photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code