1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર

0
Social Share

અમદાવાદઃ ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ આવ્યું હતું. આ પરિણામમાં છોકરાઓનું પરિણામ 82.53 ટકા અને છોકરીઓનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે.

ધોરણ 12 બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારું છે. તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. તો ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. તેની સાથે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું 99.61 ટકા પરિણામ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું 51.11 ટકા સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024 બોર્ડની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code