1. Home
  2. ગુજરાતી
  3. જોબાઈડેને પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત – આ મુદ્દાઓ પર થઈ વાતાઘાટો
જોબાઈડેને પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત – આ મુદ્દાઓ પર થઈ વાતાઘાટો

જોબાઈડેને પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત – આ મુદ્દાઓ પર થઈ વાતાઘાટો

0
Social Share
  • જોબાઈડેને પુતિનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
  • યુક્રેનની સાર્વભૌમત્વ માટે અમેરિકાના મક્કમ સમર્થનની પુષ્ટિ કરી

વોશિંગટન-અમેરિકાના નવનિર્મિત રાષ્ટ્રપતિ જોબિડેને રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા પછી પ્રથમવખત  મંગળવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. વ્હાઇટ હાઉસે આ વાતની પુષ્ટિ કરી છે. આ વાત દરમિયાન, બાઈડેને વિપક્ષી નેતા એલેક્સી નવલની ધરપકડ, સાયબર જાસૂસીમાં રશિયાની સંડોવણી અને અફઘાનિસ્તાનમાં  અમેરિકન સૈનિકોની હત્યા માટેના ઈનામની જાહેરાત કરવા બાબત પર ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઇટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ‘એમરિકી રાષ્ટટ્રપકિ બાઈડેને મંગળવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. તેમણે યુક્રેનની સાર્વભૌમત્વ માટે અમેરિકાના મક્કમ સમર્થનની પુષ્ટિ કરી અને અન્યમુદ્દાઓને ઉઠાવ્યા હતા. અન્ય મુદ્દાઓમાં સોલારવિન્ડ્સ હેક, અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની હત્યા પર રશિયા દ્રારા ઈનામની જાહેરાત, 2020 ની યુ.એસ.ની ચૂંટણીમાં  થયેલ દખલનો સમાવેશ થાય છે.

વાતચીત દરમિયાન અમેરિકી પ્રમુખ બાઈડેને સ્પષ્ટ કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા દ્વારા અથવા તેના સાથી પક્ષો દ્વારા કરવામાં આવેલા પગલાના જવાબમાં તેના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવામાં મજબુતાઈથી કામ કરશે. સાથોસાથ બંને રાષ્ટ્રપતિઓ પારદર્શક અને સુસંગત સંદેશાવ્યવહાર કરવા સંમત થયા.

બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે, બંને દેશોએ આવતા મહિનાની શરૂઆતમાં સમાપ્ત થનારી શસ્ત્ર નિયંત્રણ સંધિના પાંચ વર્ષના વિસ્તરણને અંતિમ રૂપ આપવું જોઈએ. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રશિયા એકમાત્ર એવો દેશ હતોના રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે બાઈડેન સાથે વાત કરવાની વિનંતી કરી હતી.યુ.એસ. રાષ્ટ્રપતિએ પણ સંમતિ આપી હતી. પરંતુ પુતિન સાથેે વાટાઘાટો કરતા પહેલા, બાઈડેને તેમના કર્મચારીઓ ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિતના યુરોપિયન સાથીઓ સાથે વાત કરવા ઈચ્છતા હતા. તેમણે મંગળવારે પુતિન સાથે વાત કરતા પહેલા નાટો સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે પણ વાત કરી હતી.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code