1. Home
  2. ગુજરાતી
  3. અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો
અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો

અક્ષર પટેલે બનાવ્યો રેકોર્ડ, આવું કરનારો વિશ્વનો બીજો બોલર બન્યો

0
Social Share
  • હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે
  • અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે
  • અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા

અમદાવાદ: હાલમાં ભારતીય ટીમનો બોલર અક્ષર પટેલ તરખાટ મચાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્વ અક્ષર પટેલનું શાનદાર ફોર્મ સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યારસુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે. અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પણ અક્ષર પટેલે પોતાની પહેલી જ ઓવરમાં કમાલ કરી બતાવ્યો. તેણે બીજા જ બોલ પર ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબ્લીની આઉટ કર્યો અને થોડીવાર બાદ જૈક ક્રાઉલીને પણ પેવેલિયન ભેગો કરી દીધો.

અક્ષર પટેલે 20 વિકેટ લેવા માટે માત્ર 174 રન આપ્યા. અક્ષર પટેલ 20 વિકેટ લેવામાં સૌથી ઓછા રન આપવાના મામલે બીજા નંબર પર છે. તેનાતી આગળ ઓસ્ટ્રેલિયાનો રોલ મેસ્સી છે જેણે 167 રન આપીને 20 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે સતત ત્રીજી ઇનિંગમાં પ્રથમ જ ઓવરમાં વિકેટ ઝડપી છે.

આ પહેલાના મેચની વાત કરીએ તો પિન્ક બોલ ટેસ્ટમાં અક્ષર પટેલે 11 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ઇંગ્લેન્ડની વિરુદ્વ બંને ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો માત્ર ત્રીજો ભારતીય બોલર છે. તેના પહેલા લક્ષ્મણ શિવારામાકૃષ્ણન, રવિચંદ્રન અશ્વિને પણ આ સિદ્વિ નોંધાવી છે.

નોંધનીય છે કે અક્ષર પટેલ ડે-નાઇટ ટેસ્ટમાં 11 વિકેટ લેનારો એકમાત્ર બોલર છે. અક્ષર પટે લે પહેલી ઇનિંગમાં 38 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, તો બીજી ઇનિંગમાં 32 રન આપીને 5 વિકેટ લીધી હતી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code