1. Home
  2. ગુજરાતી
  3. માત્ર 11 કેસથી ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત
માત્ર 11 કેસથી ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

માત્ર 11 કેસથી ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

0
Social Share
  • ગુજરાતમાં કોરોના સંક્રમણનો રાફળો ફાટ્યો
  • જામનગરના કોપ ગામમાં એક સાથે 11 કેસ આવતા ત્યાં સ્વયંભૂ લોકડાઉન જાહેર
  • 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન

જામનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણનો રાફળો ફાટ્યો છે અને ઉતરોઉતર કેસ વધી રહ્યા છે ત્યારે આવામાં કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરીને સંક્રમણથી બચવું એકમાત્ર ઉપાય છે. સરકારે પણ સંક્રમણને અંકુશમાં રાખવા માટે આંશિક લોકડાઉન અને કર્ફ્યૂ તો લગાવ્યું જ છે. પરંતુ ગુજરાતના એક નાનકડા ગામે સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. માત્ર 11 પોઝિટિવ કેસ આવતા જામનગરના મોટી ગોપ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના મોટી ગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગૂ કરાયું છે. મોટી ગોપ ગામમાં એક સાથે 11 પોઝિટિવ કેસ આવતા ગામના લોકો દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આજથી 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે.

આ નિર્ણય વિશે ગામના આગેવાન ભરતભાઈ સાગરે જણાવ્યું કે, ગામમાં શાકભાજી, અનાજ કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં લોકો પણ સહયોગ આપી રહ્યાં છે. હોળી-ધુળેટી પર્વની ઉજવણી પણ ગામડામાં બહુ જ સાદગીથી કરાશે.

ગામના આગેવાનોના આ નિર્ણયને ગામવાસીઓએ આવકાર્યો છે. આજે સવારથી જ મોટી ગોપમાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોના હિતમાં જ આ નિર્ણય લેવાયો છે. જોકે, 31 માર્ચ સુધી ગામમાં આવો જ શાંતિપૂર્વક માહોલ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લાં 24 કલાક 297 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 38 કેસ,જામનગરમાં 35 કેસ અને જૂનાગઢમાં 8 કેસ નોંધાયા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code