
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નવી પહેલ, પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્યને સ્થાન
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં પ્રોમેટ સ્પીકર તરીકે શાસક પક્ષના સભ્યને બદલે વિપક્ષ કોંગ્રેસના સભ્યને સ્થાન આપીને નવી પહેલ કરી છે. રાજ્યના 20 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વિપક્ષના સભ્યને પ્રમોટ સ્પીકર બનાવાયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તા. 1લી માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ ચાલી રહ્યું છે. તેમજ તા. 3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે રૂપાણી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
દરમિયાન વિધાનસભા ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નવી પહેલ કરી છે. પ્રથમવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્યને સામેલ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના ડો. અનિલ જોશીયારાને પ્રોટેમ સ્પૂકર બનાવવામાં આવ્યાં છે. આજે વિધાનસભામાં સરકારી જમીન ઉપર દબાણો મુદ્દે ચર્ચા થઈ હતી.