જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષ રાવલનું નિધનઃ રિવાઈ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અપાઈ
અમદાવાદઃ શહેરના જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષભાઈ રાવલનું કોરોનાને લીધે નિધન થતા પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શૈલેષભાઈ ટેલેન્ટેડ ફોટાગ્રાફર હતા અને ગુજરાત જ નહીં પણ રાષ્ટ્રીય લેવલે લેન્સમેનની પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શૈલેષભાઈના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને સ્વર્ગસ્થના આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના કરી છે.
જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષભાઈ રાવલે 25 વર્ષ ઈન્ડિયા ટૂ ડે મેગેઝિનમાં અવિરત સેવા આપી હતી. તેમણે કારકિર્દીની શરૂઆતમાં ગુજરાત સમાચારમાં પણ સેવા આપી હતી, ફોટોજર્નાલિસ્ટ ક્ષેત્રે 35 વર્ષ સેવા બાદ નિવૃતિ લઈને લેખનકાર્ય કરતા હતા.તેમણે સંજ્યદ્રષ્ટિ નામની ફોટોગ્રાફિની સુંદર વિવિધ રંગબેરંગી કલર ફોટો સાથેની બુક રિલિઝ કરી હતી. શૈલેષભાઈ પ્રક઼તિ પ્રેમી પણ હતા. અંતરિયાળ વિસ્તારોમાં જઈને તે વિસ્તારની તસ્વીરો લઈને પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરતા હતા અને સત્તાતંત્રમાં પણ તેમના ફોટોગ્રાફિની નોંધ લેવાતી હતી.