1. Home
  2. ગુજરાતી
  3. શિકાગોમાં વસતા ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું
શિકાગોમાં વસતા ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું

શિકાગોમાં વસતા ગુજરાતીઓએ એક જ દિવસમાં 50 હજાર ડોલર ડોનેશન ભેગું કરી મોકલી આપ્યું

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસ અને સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. રાજ્યની વિકટ સ્થિતિથી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ ચિંતિત બન્યા છે. અને વતનવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યુ છે. અમેરિકાના શિકાગોમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા એક જ દિવસમાં 50 હજાર ડોલરનું ડોનેશન એકઠું કરીને ગુજરાતીઓની મદદ માટે મોકલ્યા છે અને હજુ બીજા 50 હજારથી વધુ ડોલર એકઠા કરી ગુજરાત મોકલવાના છે. શિકાગોના મિડ વેસ્ટમાં વસતા ગુજરાતી પરિવારો ઉમિયા માતાજી સંસ્થાનના માધ્યમથી ગુજરાતી પરિવાર માટે ધાર્મિક અને સામાજિક કાર્ય કરી રહ્યા છે.

ઉમિયા માતાજી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની મહામારી આવી છે, જેમાં ગુજરાતી પરિવારોને મદદ કરવા અને વતન પ્રત્યેની ફરજ બજાવવા અમેરિકામાં વસતા ગુજરાતી આગળ આવ્યા હતા. શિકાગોમાં વસતા ગુજરાતીઓએ નક્કી કર્યું હતું કે આપણે પણ કંઈક મદદ કરવી જોઈએ અને એક જ દિવસમાં સંસ્થાનને 50 હજાર ડોલરનું ડોનેશન મળી ગયું હતું. આ ડોનેશન અમે ગુજરાતમાં ચાલતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવ્યું છે અને હજુ પણ ડોનેશન આવી રહ્યું છે, એક લાખ ડોલરનું ડોનેશન મોકલાવીશું, આ ઉપરાંત ગુજરાતી પરિવારને બીજી કોઈ જરૂરિયાત હોય તો પણ મોકલવા માટે અમે ગુજરાતીઓ તૈયાર જ છીએ.

નોંધનીય છે કે ધાનેરામાં કોરોનાના મહામારીમાં સરકાર દ્વારા કોઈપણ સગવડ વગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ રાખવાની શરૂઆત કરાઈ હતી અને એમાંથી પ્રથમ 3 દર્દી સાજા થઇને ઘેર પરત ફરતાં સ્ટાફમાં આનંદ જોવા મળ્યો હતો. જોકે હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોની ઊણપ હોઈ દાતાઓ દ્વારા દુબઇથી 11 ઓક્સિજન મશીનો ભેટ અપાયાં હતાં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code