1. Home
  2. ગુજરાતી
  3. માઇકાના એસોસિયેટ પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી
માઇકાના એસોસિયેટ પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

માઇકાના એસોસિયેટ પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

0
Social Share
  • મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન (MICA)ના પ્રોફેસર જય ત્રિવેદીનું નિધન
  • તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી
  • તેઓએ ડિજીટલ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં રિસર્ચ પણ કર્યું હતું
  • અનેક નામાંકિત મીડિયા સમૂહો સાથે રહ્યા હતા કાર્યરત

અમદાવાદ: મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનના એસોસિયેટ પ્રોફેસર અને ડિજીટલ પ્લેટફોર્મ અને સ્ટ્રેટેજીસના એરિયા લીડર જય ત્રિવેદીનું નિધન થયું છે. તેઓની અણધારી વિદાયથી સંસ્થામાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ જય ત્રિવેદીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MBA વીથ માર્કેટિંગ કરનાર અને બાદમાં ગુજરાત યુનિવર્સિટીથી બિઝનેસ મેનેજમેન્ટમાં PhD કરનાર જય ત્રિવેદીએ એક ઉત્તમ શિક્ષક અને સંશોધક પણ હતા. તેઓએ ડિજીટલ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં રિસર્ચ પણ કર્યું છે.

અનેક એવોર્ડથી સન્માનિત

તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બેંગ્લોરની ક્રાઇસ્ટ યુનિવર્સિટી દ્વારા આયોજીત નેશનલ કોન્ફરન્સમાં તેઓએ બેસ્ટ પેપર એવોર્ડ એનાયત કરાયો હતો. તે ઉપરાંત રાજસ્થાન ચેમ્બર ઓફ કોમર્સ અને RDA દ્વારા સંયુક્તપણે આયોજીત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ તેઓને બેસ્ટ પેપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં IMDR આયોજીત નેશનલ કોન્ફરન્સમાં તેઓને બેસ્ટ પેપરનો એવોર્ડ એનાયત કરાયો હતો.

અનેક મીડિયા હાઉસ સાથે હતા કાર્યરત

માઇકના એસોસિયેટ પ્રોફેસર અને એક ઉમદા વ્યક્તિ એવા જય ત્રિવેદીએ નામાંકિત મીડિયા હાઉસ જેવા કે ઇન્ડિયન એક્સપ્રેસ, હિંદુસ્તાન ટાઇમ્સમાં પણ સક્રિયપણે કાર્યરત રહીને કામ કર્યું હતું તેમજ રેડિયો વનની માર્કેટિંગ ટીમના પણ હિસ્સો રહેલા હતા.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code