ગાંધીનગર : તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાની પહોંચાડી છે. માલ મિલ્કતો અને ખેતી પાકને કરોડાનું નુકશાન થયુ છે. જ્યારે મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં-5, અમરેલી જિલ્લામાં-15, ભાવનગર જિલ્લામાં-8, ગીર સોમનાથ જિલ્લામાં-8, ખેડા જિલ્લામાં-2, આણંદમાં-1, વડોદરામાં-1, સુરતમાં-1, વલસાડ જિલ્લામાં-1, નવસારી જિલ્લામાં-1, રાજકોટ જિલ્લામાં-1, અને પંચમહાલ જિલ્લામાં-1 મળી કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા.
તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયા છે. જેમાં અમરેલી જિલ્લામાં 15 મોત (જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા), ભાવનગર જિલ્લામાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા), ગીર સોમનાથ જિલ્લામાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા), અમદાવાદ જિલ્લામાં 5 મોત ( જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત), ખેડા જિલ્લામાં 2 ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ), આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી વડોદરા જિલ્લામાં 1 મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી), સુરત જિલ્લામાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી વલસાડ જિલ્લામાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટ જિલ્લામાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં જિલ્લામાં 1 મૃત્યુ છત પડવાથી, અને પંચમહાલ જિલ્લમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયુ હતું. આમ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 45 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાત સવારે 6 થી 8 મા 11 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા વરસાદ ઘટ્યો છે.