1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સતર્ક સુરત પોલીસ: અન્ય રાજ્યોના 95 ડ્રગ્સ માફિયા પાસેથી 10 મહિનામાં 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ
સતર્ક સુરત પોલીસ: અન્ય રાજ્યોના 95 ડ્રગ્સ માફિયા પાસેથી 10 મહિનામાં 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

સતર્ક સુરત પોલીસ: અન્ય રાજ્યોના 95 ડ્રગ્સ માફિયા પાસેથી 10 મહિનામાં 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

0
Social Share
  • ડ્રગ માફિયાઓ માટે કાળ બની સુરત પોલીસ
  • છેલ્લા 10 મહિનામાં 95 આરોપીને દબોચ્યા
  • 3.33 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત

સુરત : ડ્રગ્સના ધંધા તથા રેકેટને રોકવા માટે તમામ રાજ્યોની પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો વેપાર વધ્યો હોય તેમ જણાય છે. ત્યારે સુરત પોલીસએ પણ આ બાબતે નોંધપાત્ર રીતે કામ કર્યું છે.

જો વાત કરવામાં આવે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત પોલીસની કામગીરીની તો છેલ્લા 10 મહિનામાં સુરત પોલીસ દ્વારા 95 જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને હિમાચલ, રાજસ્થાન, ઓરિસ્સા, મુંબઈના માફિયા પાસેથી 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું, કે ડ્રગ્સના દુષણને ડામવા સુરત પોલીસે માત્ર ૧૦ મહિનામાં મુંબઈ, હિમાચલપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાનના ડ્રગ્સ માફીયાઓનો પર્દાફાશ કરી રૂ.૩.૩૩ કરોડના એમડી સહિતના ડ્રગ્સનો જથ્થો ઝડપી 27 કેસ કરીને 95 આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે ઉમેરતા કહ્યું હતું કે સુરત પોલીસે એનડીપીએસના કેસમાં ફરાર નવ જીલ્લાના 14 આરોપીને ઝડપી જે તે પોલીસને સોંપ્યા તેમજ એનડીપીએસ પીઆઈટી એક્ટ મુજબ 3 આરોપીની ધરપકડ કરી હતી. રૂ.1.85 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી 11 કેસ સુરત પોલીસે તેમજ ડ્રગ્સ માફીયા અને પેડલરોની કમર તોડવા માટે ગુપ્ત ઓપરેશન શરૂ કર્યા છે. ડ્રગ્સના વેપલા સાથે સંકળાયેલા લોકો સમજી લે કે તેઓ બહુ જલદી જેલના સળીયા પાછળ હશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code