
ગૃહ મંત્રી અમિત શાહે 215 કરોડના 7 કામોનું કર્યું લોકાર્પણ, કહ્યું – વિકાસની વણઝાર નહીં રોકાય
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
- આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું
- આજથી 2 દિવસ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આજે તેઓએ અમદાવાદમાં 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. તેઓ આજથી 2 દિવસ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.
તેમણે અમદાવાદમાં આજે 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાત મુહૂર્ત કર્યું છે. બોપલમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, અગાઉ આખો વિસ્તાર ધૂળિયો હતો, આજે ચારેય તરફ વિકાસ છે. અમે અગાઉ વિકાસના મૂળિયા નાંખ્યા હતા, આજે તેના ફળ મળ્યા છે. વિકાસની વણઝાર ક્યારેય નહિ રોકાય તેની ખાતરી આપુ છું.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી વિશે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તે માટેની બધી તૈયારી કરી લીધી છે. આ વખતે ઓક્સિજનની અછત નહીં પડે એવી તમામ કામગીરી કરી લેવાઇ છે. રસી લેવા માટે જેને આશંકા કે મૂંઝવણ હોય તે આપણે દૂર કરવી જોઇએ.
આજે અમિત શાહ અમદાવાદ (Ahmedabad) માં 192.38 કરોડના 9 વિકાસ કર્યોનું લોકપર્ણ કર્યું. જેમાં બોપલ સિવિક સેન્ટર, લાયબ્રેરી, ગોતા કોમ્યુનિટી હોલ, વોટર ડિસ્ટ્રી બ્યુશન સ્ટેશન, વેજલપુર કોમ્યુનિટી હોલ, સબઝોનલ ઓફિસનું લોકપર્ણ કર્યું. સાથે જ 128.39 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.