1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ
અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ

અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ

0
Social Share
  • અમદાવાદની સાયન્સ સિટીમાં શરુ થશે રોબોટિક ગેલેરી
  • આ ગેલેરીમાં રોબર્ટ કરશે તમારું સ્વાગત

 

અમદાવાદઃ ટેનોલોજીની આ સદી અનેક વિકાસના કાર્યોને ટેકનિકલ સહાયથી સરળતાથી પુરા પાડી રહી છે, ટેકનો ક્ષેત્રમાં અવનવા બદલાવ અવનવી ટેકનિક આપણા દરેક કાર્યોને સરળ બનાવાની સાથે સાથે મનોરંજનની દુનિયાનો પણ વિસ્તાર કરવામાં મદદરુપ બની રહી છે,ત્યારે ટેકનોલોજીની આજ દિશામાં અમદાવાદ શહેરમાં હને રોબર્ટ ગેલેરીનો આરંભ થવા જઈ રહ્યો છે.

શહેરની આ સાયન્સ સિટીમાં રોબિટીક ટેકનોલોજીનું  એ આજની સદીની કેટનોલોજીનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડશે, અહી તમારી એન્ટ્રી અદભૂત હશે . રોબોટિક ગેલેરીમાં પ્રવેશતાની સાથે જ અહીં ઉભેલો રોબોટ તમારી સાથે વાતચીત કરશે તમારું સ્વાગત કરશે.

આ રોબર્ટ આબેહુબ મનુષ્ય જેવો દેખાવ ઘરાવે છે,અસલ માણસ જેવા દેખાતા રોબોટ જોઈને એક વાર તમને ચોક્કસ નવાઈ તો લાગશે જ ,તે તમારું સ્વાગત કરવા અંહી ઊભો હશે, જે તમે આ રોબિટીક ગેલેરી વિશે સંપૂર્ણ માહિતગાર કરશે

અમદાવાદ શહેર કે જ્યા અવનવા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે ત્યા રોબોટિક દુનિયાનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.અમદાવાદમાં અનેક સ્થળો પર્ટન બબાતે વિકાસ પામ્યા છે, તે પછી રિવર ફ્રંન્ટ હોય કે સાયન્સ સિટી હોય.

આ રોબોટિક ગેલેરી 1100 સ્કવેર મીટર વિસ્તારમાં બવાનાઈ છે,રોબોટિક ટેકનોલોજીના માધ્યમથી અહીં અતિ આધુનિક યુગનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.  સાયનસ સિટીમાં 127 કરોડના ખર્ચે રોબોટિક ગેલરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ જોવા મળશે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે

આ સાથે જ આ ગેલેરિમાં રોબર્ટની ખાસિયત એ છે કે અહીં એકબીજા સાથે રોબર્ટ લડતા પણ જોઈ શકાશે, તથા રોબર્ટ પેઇન્ટ કરતા કે પેઇન્ટિગ કરતા પણ આપણાને જોવા મળશે, જે ટેકનોલોજીની સદીને છતી કરે છે.

આ રોબોટિક ગેલરીને 10 અલગ અલગએરિયામાં રજુ કરાઈ  છે. જેમાં કોર્ટયાર્ડ, રીસેપ્શન એરિયા, હિસ્ટ્રી ગેલરી, સ્પોર્ટઓ મેનિયા, રોબોથોન, બોટયીલિટી, નાટ્યમંડપ, પ્રિન્ટિંગ વર્કશોપ જેવા વિવિધ રોબોટ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ત્યારે હવે ટૂંક સમયમાં પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાત લેનાર છે ત્યારે ઓ રોબેટિક ગેલેરીનું લોકાર્પણ કરશે, ત્યાર બાદ આ ગેલેરિ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે, આમ તો સાયન્સ સિટી પહેલીથી જ કંઈકને કંઈક ટેકનોલોજીના વિકાસને લગતા પ્રોજેક્ટ રજુ કરતી રહે છે, ત્યારે આ રોબોટિક ગેલેરી હવે દરેકને નવાઈ પમાડશે .

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code