1. Home
  2. Tag "Science city"

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ટેક એકસ્પો ગુજરાત 2024 નું આયોજન

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તા. 20 અ 21મી ડિસેમ્બરના રોજ ટેક એકસ્પો ગુજરાતઃ એક પ્રીમિયર ટેકનોલોજી શોકેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  અત્યાધુનિક ઉકેલો દર્શાવતું વ્યાપક ટેકનોલોજી પ્રદર્શનમાં એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર (ERP, CRM, HRMS), IOT, કોમ્પ્યુટર વિઝન, AI અને ઓટોમેશન, એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, વેબસાઇટ વિકાસ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ડિજિટલ માર્કેટિંગ સેવાઓને લઈને પ્રદર્શન યોજાશે. […]

સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના ઉપક્રમે યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંમેલનમાં એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે યુવાન દેશનું ભવિષ્ય છે મને તેમના પ્રશ્નો ગમશે. તેમણે […]

સાયન્સ સિટીમાં ભારતિય વિજ્ઞાન એક્સ્પોનું CMએ કર્યું ઉદઘાટન, વિષયો પર કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના મંત્રી  પ્રફુલ પાનસેરીયા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાશે. આ પ્રસંગે […]

સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાત સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. સાયન્સ સિટી ખાતે બે દિવસીય હેમ રેડિયો ફેસ્ટિવલમાં દેશભરમાંથી 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે. હેમ ફેસ્ટ ઇન્ડિયા-2023ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે,  માનવજાત પર આવતી કુદરતી આફતોના સમયમાં અને બધી જ ટેક્નિકલ […]

સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે 107 હેક્ટર વિસ્તારમાં […]

અમદાવાદઃ સાયન્સ સિટીમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણ કરાશે

અમદાવાદઃ સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સિમાચિન્હ ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણથી ઉમેરાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ […]

અમદાવાદના સાયન્સસિટીમાં પાંચ દિવસીય કાર્નિવલનો પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ દેશભરમાં આજે તા.  28મી ફેબ્રુઆરીના દિને  ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીમાં 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ-2023’નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં  સાયન્સ કાર્નિવલમાં  રોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.  કાર્નિવલમાં  પ્રતિદિન અંદાજિત 20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી […]

સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દ્રષ્ટિ સાથે તૈયાર કરાયેલા સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે(૨૦૨૨) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે 20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર […]

અમદાવાદના સાયન્સ સિટીમાં સર્વર ઠપ થતાં ટિકિટ માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા

અમદાવાદઃ શહેરના સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ છે. રોજબરોજ સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન રવિવારના દિવસે સાયન્સ સિટીમાં સવારથી જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી દીધી હતી. બીજીબાજુ ત્રણ કલાક જેટલા સમય માટે સર્વર ડાઉન રહેતા અને લોકોને પ્રવેશ ન અપાતા ગરમીમાં બાળકો સાથે આવેલા લોકોમાં […]

ધો.1થી 12ના વિદ્યાર્થીઓને સાયન્સ સિટીનો શૈક્ષણિક પ્રવાસ કરાવવા સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ અમદાવાદમાં સાયન્સસિટીમાં વિદ્યાર્થીઓને રસ પડે એવી એનેક અજાયબીઓ છે. માત્ર ગુજરાતના જ નહીં પણ બહારના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સાયન્સસિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તમામ શાળાઓના ધોરણ-1થી12ના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાયન્સસિટીની મુલાકાત લે તે માટે પરિપત્ર જારી કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને માટે સાયન્સસિટીનો શૈક્ષણિક પ્રવાસ યોજવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code