1. Home
  2. ગુજરાતી
  3. સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો
સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો

સુરતઃ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારમાં અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે.

સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં તા.17 ઓકટોબર-2017થી અને લીંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં તા.14 માર્ચ-2020થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે. હવે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં હાલ અશાંત ધારો પ્રવર્તમાન છે તેની મુદત તા.30 જુલાઈ અને તા. 31 જુલાઈથી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરત શહેરના ધારાસભ્યો સર્વ અરવિંદ રાણા, સંગીતાબહેન પાટીલ, પૂર્ણેશભાઇ મોદી, સુરત મહાનગરના સંબંધિત વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટરઓ તથા વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનોએ કરેલી રજૂઆતનો સાનૂકુલ પ્રતિસાદ આપતાં વિજય રૂપાણીએ અશાંત ધારાની હાલ પ્રવર્તમાન અવધિ તા.૩૦ અને ૩૧ જુલાઇએ પૂર્ણ થાય છે તેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભનું જાહેરનામું પણ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. એટલું જ નહિ, આ વિસ્તારોમાં હવેથી મિલકતની વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરશ્રીની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code