Homeગુજરાતીમુંબઈમાં સિનેમાગૃહ બંધ હોવાનું વરૂણ ધવને દુઃખ વ્યક્ત કર્યું, ટ્રાફિકનો વીડિયો કર્યો...

મુંબઈમાં સિનેમાગૃહ બંધ હોવાનું વરૂણ ધવને દુઃખ વ્યક્ત કર્યું, ટ્રાફિકનો વીડિયો કર્યો શેયર

મુંબઈઃ અભિનેતા વરુણ ધવનએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કર્યો છે. જેમાં બાંદ્રાનો ટ્રાફિકથી વ્યસ્ત રોડ નજરે પડે છે. અહીં ટ્રાફિકમાં જ અભિનેતાની ગાડી ફસાઈ છે. લોકો ખરીદી કરી રહ્યાં છે અને બઝાર ખુલેલા જોવા મળે છે. અભિનેતા વરૂણ ધવનને પોતાનો મત વ્યક્ત કર્યો છે કેમ કે સિનેમાઘર મહારાષ્ટ્રમાં હજુ બંધ છે. જો કે, અન્ય રાજ્યોમાં રાહત આપીને ખોલવામાં આવ્યાં છે.

વરૂણ ધવને સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો શેયર કર્યો છે. તેમજ લખ્યું છે કે, બધુ ખુલ્લી ગયું છે તો સિનેમાઘર બંધ કેમ ? તે બાદ અભિનેતાએ દુઃખી ચહેરાની ઈમોજી પણ મુકી છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારએ શોપિંગ મોલને દિશા નિર્દેશોનું પાલન કરવાની સાથે ખોલવાના આદેશ કર્યાં હતા. જેમાં યોગા સેન્ટર, સ્પા, સલૂન અને જીમનો પણ સમાવેશ થાય છે.

અભિનેતા વરૂણ ધવન છેલ્લે ફિલ્મ કુલી નંબર-1માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે સારા અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ડિસેમ્બર 2020માં રિલીઝ થઈ હતી. વરૂણ ધવન હવે જુગ જુગ જીઓ માં જોવા મળશે. આ ફિલ્મમાં સાથે અનિલ કપૂર, નીતુ કપૂર અને કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે.

અભિનેતા વરૂણ ધવન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. વરૂણ ધવને પોતાની નાનપણની મિત્ર નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img