1. Home
  2. ગુજરાતી
  3. નાગપુરઃ પૂર્વ CJI બોબડે RSSના વડા મોહન ભાગવતને મળ્યા – હેડગેવારના પિતૃક ઘરની પણ કરી મુલાકાત
નાગપુરઃ  પૂર્વ CJI બોબડે RSSના વડા મોહન ભાગવતને મળ્યા – હેડગેવારના પિતૃક ઘરની પણ કરી મુલાકાત

નાગપુરઃ પૂર્વ CJI બોબડે RSSના વડા મોહન ભાગવતને મળ્યા – હેડગેવારના પિતૃક ઘરની પણ કરી મુલાકાત

0
Social Share
  • પૂર્વ જસ્ટિસ એસએ બોબડેએ આરએસએસના વડા મોહન ભાગવત સાથે કરી મુલાકાત
  • આરએસએસના સ્થાપક કેબી હેડગેવારના પૈતૃક ઘરની પણ મુલાકાત લીધી

 

દિલ્હીઃ- ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. એક મીડિયા રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. આરએસએસના જો કે આ મામલે અધિકારીઓએ આવી કોઈ બેઠક અંનીગે કોઇ જાણકારીનો ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે જસ્ટિસ બોબડેએ સંઘના મુખ્યાલયમાં આરએસએસના વડા સાથે ઔપચારિક રીતે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે આરએસએસના સ્થાપક કેબી હેડગેવારના પૈતૃક ઘરની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બોબડે નાગપુરના રહેવાસી છે અને તેમણે ઘણા વર્ષોથી શહેરમાં પ્રેક્ટિસ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ નાગપુર અને દિલ્હીમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે, તેમના પુરોગામી ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને ગયા વર્ષે તેમની નિવૃત્તિ પછી તરત જ રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા, જેણે ભારે વિવાદ સર્જ્યો હતો. જો કે, જસ્ટિસ બોબડે અત્યાર સુધી આવા કોઈપણ પ્રકારના વિવાદમાં સંપડાયા નથી તેઓ હંરહંમેશા  વિવાદથી દૂર રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code