
- UNના અધિકારીઓએ તાલિબાનના નેતા સાથે કરી મુલાકાત
- સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે સમર્થન તેમજ સહયોગ ચાલુ રાખશે
- મદદનો પણ ભરોસો આપ્યો
નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી જ વિશ્વભરના લોકોને અફઘાની નાગરિકોનો માનવ અધિકારોની ચિંતા સતાવી રહી છે. જો કે તાલિબાન નેતાઓ આશ્વાસન આપી રહ્યા છે કે અફઘાન નાગરિકોના અધિકારોની સુરક્ષા કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોની એજન્સીના પ્રમુખ માર્ટિન ગ્રિફિથ્સે તાલિબાનના નેતા મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન માર્ટિન ગ્રિફિથ્સે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે સમર્થન તેમજ સહયોગ ચાલુ રાખશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સે મુલ્લા બરાદર સાથે મુલાકાત પછી ટ્વિટ કરી કે, મે અફઘાનિસ્તાનમાં લાખો જરૂરિયાતમંદોની નિષ્પક્ષ માનવીય સહાયતા તેમજ સુરક્ષા પૂરી પાડવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્વતા પુષ્ટિ કરવા માટે તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.
રેડ ક્રોસની આંતર્રાષ્ટ્રીય સમિતિના પ્રમુખ પીટર મૌરર અફઘાનિસ્તાનની 3 દિવસની યાત્રા પર પહોંચ્યા હતા. રવિવારના રોજ અફઘાનિસ્તાન પહોંચ્યા પછી પીટરની યોજના આરોગ્ય સુવિધાઓ અને હિંસાનો શિકાર લોકો માટે બનાવવામાં આવેલા પુનર્વસનના કેન્દ્રોની મુલાકાત લેવાની છે. આ સિવાય તે આઈસીઆરસીના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરશે. આઈસીઆરસી પ્રમુભ અફઘાનિસ્તાનના સ્થાનિક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.
રવિવારના રોજ સમાચાર મળ્યા હતા કે હક્કાની નેટવર્કના નેતા અનસ હક્કાની અને ખલીલ હક્કાનીની તાલિબાનના નેતા મુલ્લા બરાદર અને મુલ્લા યાકુબ સાથે ઝડપ થઈ હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ લડાઈ દરમિયાન હક્કાની સમૂહ તરફથી ફાયરિંગ કરવામાં આવી જેમાં મુલ્લા બરાદર ઈજાગ્રસ્ત થયા હતા.