1. Home
  2. ગુજરાતી
  3. ‘હિરોપંતી 2’- એક્ટ્રેસ તારા સુતારિયા સાથે હિરોપંતી કરતા જોવા મળશે ટાઈગર શ્રોફ, ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે
‘હિરોપંતી 2’-  એક્ટ્રેસ તારા સુતારિયા સાથે હિરોપંતી કરતા જોવા મળશે ટાઈગર શ્રોફ, ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે

‘હિરોપંતી 2’- એક્ટ્રેસ તારા સુતારિયા સાથે હિરોપંતી કરતા જોવા મળશે ટાઈગર શ્રોફ, ફિલ્મની રિલીઝ ડેટ આવી સામે

0
Social Share
  • હિરોપંતી 2 માં ટાઈગર શ્રોફ સાથે તારા સૂતારિયા
  • તારા સુતારિયા સાથએ ટાઈગર પ્રોપંતી કરતો જોવા મળશે
  • સિનેમાઘરોમાં આ ફિલ્મ થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફે ફિલ્મ હિરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી એને આ ફીલ્મે તેમને એક ખાસ ઓળખ આપી છે. ફિલ્મમાં ટાઇગર જોરશોરથી એક્શન કરતો જોવા મળ્યો હતો, જ્યારે હવે તેની સિક્વલ ‘હીરોપંતી 2’ સાથે ટાઇગર ફરી એક વખત થિયેટરોમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, હિરોપંતી 2 માં ટાઈગર આ વખતે તારા સુતરિયા સાથે એક્શન કરતો જોવા મળશે.

ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા અભિનીત હીરોપંતી 2 ફિલ્મ 29 એપ્રિલ 2022 ના રોજ ઇદ પર રિલીઝ થશે. ટાઇગરે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જ્યાં એક તરફ તે એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે, જ્યારે તારા સુતરિયા તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/tigerjackieshroff/?utm_source=ig_embed&ig_rid=ee1a84b3-8e4a-4241-b744-107ab1449a90

આ સાથે જ ફિલ્મના પોસ્ટરને શેર કરતાં ટાઇગરે કેપ્શનમાં લખ્યું – ‘આગામી ઇદ વિતાવશું તમારી સાથે’. આ સાથે, તેમણે કહ્યું છે કે આ ફિલ્મ 2022 ની ઈદ પર થિયેટરોમાં રિલીઝ થશે.

https://www.instagram.com/tigerjackieshroff/?utm_source=ig_embed&ig_rid=87df36a0-ed77-4be8-a393-fe032c2d4f27

ઉલ્લેખનીય છે કે અહેમદ ખાન આ હીરોપંતી 2 નું નિર્દેશન કરશે. ટાઇગર અને તારા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ આ ફિલ્મમાં જોવા મળશે. ઘણા લાંબા સમયથી ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ટાઇગરના શૂટિંગના ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફે ખૂબ જ ઓછા સમયમાં પોતાના માટે સારી જગ્યા બનાવી છે. એક્ટિંગ ઉપરાંત ટાઇગર તેના ડાન્સ, ફિટનેસ અને જોરદાર એક્શન માટે પણ જાણીતો છે. ટાઇગરનું નામ દિશા પટાની સાથે જોડાયેલું છે, જોકે બંને સારા મિત્રો હોવાનો દાવો કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code