1. Home
  2. ગુજરાતી
  3. NOBEL PRIZE 2021: કેમિસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને નોબેલ પુરસ્કાર એનાયત
NOBEL PRIZE 2021: કેમિસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને નોબેલ પુરસ્કાર એનાયત

NOBEL PRIZE 2021: કેમિસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને નોબેલ પુરસ્કાર એનાયત

0
Social Share
  • કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ
  • બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને મળ્યો કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
  • મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે

નવી દિલ્હી: કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ છે. આ વર્ષનો કેમિસ્ટ્રી માટેનો નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યૂ સી. મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર દ્વારા હંમેશા તે કાર્યોનું સન્માન કરવામાં આવે છે, જેનો આજના વ્યાવહારિક રૂપથી વિસ્તૃત ઉપયોગ થઇ રહ્યો હોય.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બંને વૈજ્ઞાનિકોએ મોલિક્યૂલર કન્સસ્ટ્રક્શન માટે એક સટીક અને નવું ઉપકરણ વિકસિત કર્યું છે. આ ઉપકરણની ફાર્માસ્યુટિકલ્સ રિસર્ચ પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સ, સ્ટોકહોમ, સ્વીડન દ્વારા કેમિસ્ટ્રીમાં નોબેલ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે.

ઉત્પ્રેરક (કટૈલિસીસ) કેમિસ્ટ માટે મૌલિક ઉપકરણ છે, પરંતુ શોધકર્તા લાંબા સમયથી માનતા હતા કે સિદ્ધાંત રૂપમાં, માત્ર બે પ્રકારના ઉત્પ્રેરક ઉપલબ્ધ હતા. તેમાં પ્રથમ ધાતુ અને બીજુ એઝાઇમ હતું. એકેડમીએ કહ્યુ કે, 2000માં બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મૈકમિલને એકબીજાથી સ્વતંત્ર થઈ ત્રીજા પ્રકારના કટૈલિસીસનો વિકાસ કર્યો. તેને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસ કહેવામાં આવે છે અને તે નાના કાર્બનિક અણુઓ પર બને છે.

આપને જણાવી દઇએ કે નોબેલ પુરસ્કાર હેઠળ ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોનાની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલના નામ પર અપાય છે.

નોંધનીય છે કે, આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code