ઈઝરાયલે સિરીયા પર કર્યો મિસાઈલ હુમલો – બે વિદેશી લડવૈયાના મોત, 6 સિરીયન સૈનિકો ઘાયલ
- ઈઝરાયલે સિરીયા પર કર્યો હવાઈ હુમલો
- મિસાઈલ વડે કરેલા હુમલામાં 2 લડવૈયાઓના મોત
- આ હુમલામાં 6 સૈનિકો થયા ઘાયલ
દિલ્હીઃ- ઈઝરા.યલ દ્વારા અવાર નવાર સિરીયા પર હુમલો કરવાની ઘટનાઓ અસ્તિત્વમાં આવતી રહેતી હોય છે ત્યારે ઈઝરાયલે ફરી એક વખત સીરિયા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બે વિદેશી લડવૈયાઓના મોત થયા છે. આ હુમલામાં છ સીરિયન સૈનિકો પણ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
બ્રિટનના વોર મોનિટર પ્રમાણે ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસના એરપોર્ટ પર મિસાઈલ દાગી હતી. જો કે હજી સુધી આ હુમલામાં મૃતકો વિશે કોઈ માહિતી નથી.
સીરિયાના સરકારી મીડિયા સના રિપોર્ટ પ્રમાણે આ હુમલો શુક્રવારે રાત્રે 9 વાગ્યે કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ તરફથી ટી -4 મિલિટરી એરબેઝ પર મિસાઇલો છોડવામાં આવી હતી. જેમાં 6 જવાનો ઘાયલ થયા હોવાનો અહેવાલ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલે એક ડ્રોન ડેપોને પણ નિશાન બનાવ્યું હતું.
ઇઝરાયલના સંરક્ષણ અધિકારીએ હુમલાની કબૂલાત કરી હતી. ઉપરાંત, તેમણે કહ્યું, અમે વિદેશી રિપોર્ટ પર ટિપ્પણી કરતા નથી. ઇઝરાયલે સીરિયામાં સેંકડો વખત ઈરાન સાથે જોડાયેલા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, પરંતુ તેણે ક્યારેય તેનો સ્વીકાર કર્યો નથી. ઇઝરાયલ તેની ઉત્તરી સરહદ પર ઈરાની ઘૂસણખોરીનો ડર અનુભવી રહ્યું છે અને તેના કારણે તે ઈરાની ઠેકાણાઓ અને લેબેનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના ઠેકાણાઓ પર સતત હુમલાઓ કરતું રહે છે.
હિઝબુલ્લાહ એક લેબનાનના શિયા મુસ્લિમોનું આતંકવાદી સંગઠન અને રાજકીય પક્ષ પણ છે. આ સંસ્થા ઈરાનના શિયા મુસ્લિમોના સિદ્ધાંતો પર સંચાલીત થાય છે.