1. Home
  2. ગુજરાતી
  3. સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આમ જનતાનું બજેટ ખોરવાયું

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આમ જનતાનું બજેટ ખોરવાયું

0
Social Share
  • ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ
  • સતત ચોથા દિવસે વધ્યા ભાવ
  • પેટ્રોલમાં 31 થી 35 પૈસાનો વધારો

દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે,જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથા દિવસે ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 37 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 31 થી 35 પૈસાનો વધારો થયો છે. ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.78 રૂપિયા અને ડીઝલની કિંમત 103.63 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 107.44 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.73 રૂપિયા પ્રતિ લીટર છે.તો, ચેન્નઈમાં પેટ્રોલ 103.92 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.92 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code