ઇન્સ્ટાગ્રામમાં લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવા ઇચ્છો છો? તો અપનાવો આ સરળ રીત
- ઇન્સ્ટાગ્રામ હવે વધારે યૂઝર ફ્રેન્ડલી બન્યું
 - ઇન્સ્ટાગ્રામ આપે છે લાઇવ વીડિયો શેડ્યુલિંગનું ફીચર
 - તેને સેટ કરવા અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો
 
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સને વધુ યાદગાર એક્સપીરિયન્સ પૂરો પાડવા અને વર્લ્ડ સાથે કનેક્ટ રહેવા માટે નવીન ફીચર્સ રજૂ કરતું રહે છે. હવે ઇન્સ્ટાગ્રામ વધુ યૂઝર ફ્રેન્ડલી બન્યું છે. ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં લાઇવસ્ટ્રીમ્સ શેડ્યૂલ કરવા માટે ફીચર લોંચ કર્યું હતું. આ ફીચરમાં તમે તમારી સ્ટ્રીમને 90 દિવસ અગાઉથી પ્રી-શેડ્યૂલ કરી શકો છો અને ફોલોઅર્સને તેને ટ્યુન-ઇન કરવા માટે રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે.
આ વર્ષે ઇન્સ્ટાગ્રામે રીલ રીમિક્સ, શોપિંગ, લિંક્સ માટે નવા સ્ટીકરો, પબ્લિક થ્રેડ જેવા ફીચર્સ મૂક્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મને વધુ યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે લાઇવ સ્ટ્રીમને શેડ્યૂલ કરવાનું ફીચર આપ્યું છે. આ ફીચર યૂઝર્સને ઇવેન્ટના 24 કલાક અને 15 મિનિટ પહેલાં આ લાઇવ સ્ટ્રીમનું રિમાઇન્ડર્સ મળશે.
આ ફીચરને સેટ આ સ્ટેપ્સ ફોલો કરો
સૌપ્રથમ એપ ખોલીને FEED પર જાવ
ત્યાંથી સ્ક્રોલ કરી LIVE વિકલ્પ પસંદ કરો
ડાબી સાઇડમાં શેડ્યુલ વિકલ્પ પસંદ કરો
તેમાં વીડિયો ટાઇટલ તેમજ પોડકાસ્ટ શરૂ થવાના સમયનો ઉલ્લેખ કરો
આટલુ કર્યા બાદ Schedule live video પર ક્લિક કરો
ટાઇમિંગમાં ફેરફાર કરવો હોય તો LIVEમાં Schedule live broadcast જઇ ત્રણ ડોટ્સ પર ટેપ કરી શકો છો
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

