1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં શીતલહેર યથાવત – માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો, આગામી દિવસોમાં કોલ્ડવેવ વધવાની શક્યતા
રાજ્યમાં શીતલહેર યથાવત – માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો, આગામી દિવસોમાં કોલ્ડવેવ વધવાની શક્યતા

રાજ્યમાં શીતલહેર યથાવત – માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો, આગામી દિવસોમાં કોલ્ડવેવ વધવાની શક્યતા

0
Social Share
  • માઉન્ટ આબૂમાં ઠંડીનો પારો વધ્યો
  • માઈનસમાં નોઁધાયું તાપમાન

 

અમદાવાદઃ- રાજ્સથ્ના સ્થિતિ અને ગુજરાતની બોર્ડર પર આવેલું સહેલાણીઓનું મન પસંદ સ્થળ માઉન્ટ આબૂ થ્રીજી ચૂક્યું છે, અહી ઠંડીનો પારો વધ્યો છે, માઈનસમાંમ તાપમાન પહોંચતાની સાથે જ લોકો ઠંડીથી ઘ્રુજવા લાગ્યા છએ, અહી માઈનસ 1 ડિગ્રી તાપમાન નોઁધાયું છે, જો કે આવી સ્થિતિમાં પણ સહેલાણીઓ મજા લેવા આવી રહ્યા છે.

માઉન્ટ આબૂ હિલસ્ટેશન પ્રવાસ તરીકે ખૂબ જાણીતું છે અને ઠંડી માટે પણ તે જાણીતું છે મોટા ભાગના પ્રવાસીઓ અંહીના ઠંડા વાતાવરણની મજા માણવા આવતા હોય છે,જો કે વિતેલા દિવસે માઈનસમાં તાપમાન નોંધાતા નકી લેક ઝિલ પર પાણીમાં બરફની તર જામી હતી આ સાથે જ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે.

આજે વહેલી સવારથી જ ગુજરાત ભરમાં સૂસવાટા સાથે પવન ફૂંકાય રહ્યો છે જેને લઈને રોજની સરખામણીમાં ઠંડીનો પારો વધ્યો અમદાવાદ સહિત રાજ્યભરના  શીત લહેર પ્રસરી છે જેને લઈને લોલો ઠંડીથી ધ્રુજી ઉઠયાં છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર જોવા મળ્યું છે.કચ્છનું નલિયા 5.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સિવાય કેશોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જતાની સાથે જ લોકો ઠંડીમાં ઘ્રુજી રહ્યા છે, તો આ સાથે જ અનેક વિસ્તારોમાં કોલ્ડવેવની શક્યાતાઓ આગામી દિવસો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code