શું તમે નેચર લવર્સ છો, પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા માણવી છે તો જાણો મહારાષ્ટ્રમાં આવેલા આ સ્થળો વિશે
- પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા મહારાષ્ટ્રમાં
- મહારાષ્ટ્રમાં આવેલા છે સુંદર સ્થળો
મુંબઈઃ- શિયાળો આવતા ડ ફરવાના શોખીનો અવનવી જગ્યાઓની મજા માણવા નીકળી પડ છે, એક બાજૂ ઠંડીની મોસમ હોવા છત્તા ઠંડા વિસ્તારોમાં લોકોને ફરવાનો વધુ ક્રેઝ હોય છે. ત્યારે આજે આવાજ વિસ્તારોની વાત કરીશું જે મહારાષ્ટ્રની સુંદરતામાં વધારો કરે છે.એડવેન્ચરથી લઈનેદરેક બાબતો અહી તમને મળી જાય છે.કુદરતના ખોળે રમતાનો અહેસાસ અહીંના પર્યટન વિસ્તારોમાં જોવા મળે છે.
વાત કરીએ પર્વતો, નદીઓ, મેદાનો, ધોધ, સમુદ્ર, બીચ કે વન્યજીવનની જે જોવા મળે છે મહારાષ્ટ્રમાં. આ રાજ્યમાં, પ્રવાસીઓને આ તમામ આકર્ષક સ્થળોની સાથે અનેક વિચિત્ર અને અસ્પૃશ્ય સ્થળોને જોવાની તક મળે છે. તેથી જો તમે પણ તમારા મનમાં ફરવાની ઈચ્છા સાથે તમારું સ્થળ શોધી રહ્યા છો તો આ બેસ્ટ ઓપ્શન છે.અહી તમે તમારા મનગમતા પાસાઓનો અનુભવ કરી શકો છો.
આપણામાંથી ભાગ્યે જ કોઈ એવો હશે કે જેણે લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર, પંચગની અને માલશેજ ઘાટ જેવા કુદરતની ગોદમાં રમતા સુંદર સ્થળોનું નામ ન સાંભળ્યું હોય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા સ્થળોમાં શું સામ્ય છે? તે બધા મહારાષ્ટ્રના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક છે. એટલું જ નહીં, આ બધા સિવાય, મહારાષ્ટ્રમાં અન્ય ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન અને પ્રાકૃતિક ધોધ પણ આવેલા છે, જ્યાં તમે ચોક્કસપણે ફોટોગ્રાફી, ટ્રેકિંગ, સૂર્યાસ્ત અને જોવાની સાથે સાથે મેદાનોમાં ખોવાઈ જશો. અને ભરપૂર પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ માણી શકશો.
મહારાષ્ટ્રમાં જોવા જેવા દરિયા કિનારાઓ
મહારાષ્ટ્ર એક તરફ પહાડોથી ભરેલું છે તો બીજી તરફ આ રાજ્ય દરિયાની બાબતમાં પણ એટલું જ પરફેક્ટ છે. સમુદ્ર કિનારે સોનેરી રેતીમાં સમય વિતાવવાની ઈચ્છા ધરાવતા પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સ્વર્ગથી ઓછું નથી. તેથી જો તમે પણ આવી જ જગ્યા શોધી રહ્યા છો, તો આ રાજ્ય અને તેનો સ્વચ્છ દરિયાકિનારા અને વાદળી સમુદ્ર તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે, સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ, ફિશિંગ, ડોલ્ફિન જોવા તેમજ અલીબાગની મજા માણી શકો છો. કાશીદ, તરકરલી, કિહિમ, ગણપતિપુલે, ગુહાગર, આરે-વારે, તમે સૂર્યાસ્તનો આનંદ સારી રીતે માણી શકો છો અને આ દૃશ્ય જેવી સુંદર યાદો ઘરે લઈ જઈ શકો છો..
વાઈલ્ડ લાઈફના શોખીન માટેના સ્થળો
જ્યારે વન્યજીવનની વાત આવે છે ત્યારે મહારાષ્ટ્ર બેસ્ટ ઓપ્શન છે. અહીંનું તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય પુણેનું ભીમાશંકર વન્યજીવ અભયારણ્ય, પેંચ નેશનલ પાર્ક અને નાગપુરનું ટાઈગર રિઝર્વ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. અહીં વાઈલ્ડલાઈફમાં આવનાર દરેક પ્રવાસી આ સ્થળોની રોમાંચક જંગલ સફારી, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી, બર્ડ વોચિંગ, ફોરેસ્ટ હાઈકનો આનંદ માણ્યા વગર રહેતો નથી.
કેટલાક લોકોને પર્વતો જોવા અને તેના સોંદર્યનો આનંદ લેવો ગમે છે તો કેટલાકને દરિયાના ઉછળતા મોજામાં રસ હોય છે તો વળી કેટલાકને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય છે, મહારાષ્ટ્રમાં તમારા આ માટે બધું જ છે,તો હવે ફરવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો એક ટ્રિપ મહારાષ્ટ્રની પણ માણીલો