
ગુજરાતઃ 8500થી વધારે ગ્રામ પંચાયતમાં ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે 8500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. લગભગ 74.70 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જ્યારે પાંચ ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણી બેલેટ પેપર ઉપર યોજાઈ હતી. ચૂંટણી પૂંર્ણ થયા બાદ મતદાન પેટીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવી છે. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93,69,202 પુરુષ અને 88,45,811 મહિલાઓએ મતદાન કર્યુ હતું. સમ્રગ ચૂંટણીમાં 2546 ચૂંટણી અધિકારી અને 2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ નિભાવી હતી. સમ્રગ પંચાયતની ચૂંટણીમાં 51, 747 પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.