1. Home
  2. ગુજરાતી
  3. રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર
રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

0
Social Share
  • ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર
  • ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક
  • વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું

નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને વધુ નુકસાન કરતો નથી. યુ.એસ. અને જાપાનના વૈજ્ઞાનિકોએ ઉંદરો અને સામાન દેખાતા હેમ્સટર પરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડના અન્ય વેરિએન્ટની તુલનામાં ઓમિક્રનથી સંક્રમિત લોકાના ફેફસાંને ઓછું નુકસાન થાય છે. વજન પણ ઓછું ઘટે છે અને મોતની આશંકા પણ ઓછી રહે છે.

અભ્યાસ અનુસાર, બીજા વેરિએન્ટની તુલનાએ ઓમિક્રોનથી સંક્રમિત ઉંદરના ફેફસાંમાં વાયરસની હાજરી દસ ગણી ઓછી હતી. એટલું જ નહીં ઓમિક્રોન ફેફસાંમાં ખૂબ ધીમી ગતિથી ફેલાય છે.

કોવિડના ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત 80 ટકા ઓછી હતી. બ્રિટનની હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા સમાન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોના જીવનનું જોખમ 70 ટકા જેટલું ઘટી જાય છે.

બીજી તરફ WHOએ ઓમિક્રોનના પ્રસરણ પર અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, ડેલ્ટા કરતાં ઓમિક્રોન વેરિએન્ટ વધુ ઝડપે ફેલાય છે. ડેલ્ટા વેરિએન્ટને કારણે છેલ્લા કેટલાક મહિનામાં સમગ્ર વિશ્વમાં સંક્રમણના કેસમાં વધારો થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code