1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢઃ બીજાપુરમાં નક્કલસીઓ બેકાબૂ  – માર્ગ નિર્માણ કાર્યના વાહનોને આગ ચાંપી કામદારોને આપી ધમકી
છત્તીસગઢઃ બીજાપુરમાં નક્કલસીઓ બેકાબૂ  – માર્ગ નિર્માણ કાર્યના વાહનોને આગ ચાંપી કામદારોને આપી ધમકી

છત્તીસગઢઃ બીજાપુરમાં નક્કલસીઓ બેકાબૂ  – માર્ગ નિર્માણ કાર્યના વાહનોને આગ ચાંપી કામદારોને આપી ધમકી

0
Social Share
  • બીજાપુરમાં નક્કસલીઓ બેકાબૂ
  • રોડનિર્માણમાં લાગેલી ગાડીઓને આગ ચાંપી
  • મજૂરોને કર્યા કેદ

 

રાયપુરઃ- છત્તીસગઢ અતિ સંવેદનશીલ પ્રદેશોમાં સમાવેશ પામે છે, અહીં અવારનવાર નક્સલીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતા હોય છે ત્યારે વિતેલા દિવસને શુર્કવારના રોજ પણ અહીં નક્સલીઓ દ્રારા ઉપદ્રવ ચમાવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે નક્સલવાદીઓએ નિર્માણ કાર્યમાં રોકાયેલા વાહનોને ભારે આગ ચાંપી દીધી હતી. નક્સલીઓએ જેસીબી, પોકલેન, મિક્સર મશીનને આગલગાવીને ઉપદ્રવ ફેલાવ્યો હતો.આ સાથે જ માઓવાદીઓએ કામદારોને પણ બંધક બનાવ્યા હતા. માઓવાદીઓએ કામદારોને બાંધકામ બંધ કરવાની ચેતવણી આપીને છોડી પણ દીધા છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

બીજાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 20 કિલોમીટર દૂર બીજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચેરકxટી ગામમાં માઓવાદીઓએ હંગામો મચાવ્યો હતો. માઓવાદીઓએ માર્ગ નિર્માણમાં રોકાયેલા ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચેરકxટી ગામમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બાંધકામનું કામ રોકવા માટે નક્સલવાદીઓએ મજૂરો અને ડ્રાઇવરોને બંધક બનાવી લીધા હતા.નક્સલવાદીઓએ કામમાં લાગેલા કામદારોને બાંધકામનું કામ ન કરવાની ચેતવણી આપી છે. બંધક કામદારોને છોડાવીને નક્સલવાદીઓ જંગલ તરફ પાછા વળી ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code