
ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો રોહિત શર્મા, વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ
- રોહિત શર્માનો નવો રેકોર્ડ
- ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
- વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ
મુંબઈ: રોહિત શર્મા કે જે અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે, તેમના દ્વારા વધુ એક રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માનું નામ હવે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીમાં જોડાઈ ગયું છે.
ભારતીય કેપ્ટન ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ મેચની પહેલાં રોહિત શર્માને આ રેકોર્ડને પાછળ છોડવા માટે માત્ર 37 રનની જરૂર હતી. પહેલી ટી-20 મેચમાં તેણે 37 બનાવતાની સાથે જ તે સૌથી વધારે ટી-20 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
જાણકારી અનુસાર રોહિત શર્માએ 123 મેચમાં 3307 રન બનાવીને પ્રથમ નંબર પર છે, તો બીજા નંબર પર માર્ટીન ગુપ્ટીલ છે જેમણે 112 મેચમાં 3299 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે જેમણે 97 મેચમાં 3296 રન બનાવ્યા છે. જો કે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ અન્ય ખેલાડી કરતા ઓછી મેચ રમીને વધારે રન કર્યા છે. ક્રિકેટ એક્સપર્ટ કહે છે કે વિરાટ કોહલી જ્યારે રોહિત શર્મા કે માર્ટીન ગુપ્ટીલ જેટલી મેચ રમશે ત્યાં સુધીમાં તેમના નામે એવો રેકોર્ડ હશે જે અન્ય ખેલાડી માટે તોડવો મુશ્કેલીભર્યો હશે.
માત્ર ટી-20 ક્રિકેટમાં જ સૌથી વધારે નહીં પરંતુ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે થયેલી તમામ ટી-20 મેચમાં રોહિત શર્મા સૌથી વધારે સિક્સર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 ટી-20 સિક્સર ફટકારી છે.