1. Home
  2. ગુજરાતી
  3. NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 
NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

NGO ના માધ્યમથી ટેરર ફંડિગ મામલે શ્રીનગરમાં NAI ના દરોડા – નાણાકીંણ દસ્તાવેજ જપ્ત 

0
Social Share
  • એનએઆઈના શ્રીનગર ખાતે દરોડા
  • એનજીએના માધ્યનમથી ટેરર ફંડિંગનો મામલોટ
  • તપાસમાં  કેટલાક નાણાકીંય દસ્તાવેજ મળી આવ્યા

 

શ્રીનગર- જમ્મુ કાશ્મીર સહીતના આસપાસના વિસ્તારોમાં આતંકીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ સામે એએલઆઈ છેલ્લા ઘણા સમયથી લાલ આંખ કરી રહી છે, આ સાથે જ ટેરર ફડિંગ મામલે તેઓ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે એનજીઓના માધ્યમની આડમાં ડેરર ફંડિંગ મામલે શ્રીનગરમાં એનએઆઈ એ દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિતેલા દિવસને રવિવારે અહીં NGO આતંકવાદ ફાઇનાન્સિંગ કેસના સંબંધમાં દરોડા પાડ્યા હતા. જોકે, એજન્સીએ કોના ઘરે દરોડો પાડ્યો તેની વિગતો આપવામાં આવી નથી.

આ સમગ્ર ઘટનાને મામલે એક અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝના સોનવરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમની ગયા વર્ષે 23 નવેમ્બરે એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ તપાસ મામલે NIAએ કહ્યું કે કાશ્મીરમાં અમુક NGO, ટ્રસ્ટો, સોસાયટીઓ અને સંગઠનોએ અલગતાવાદી અને આતંકવાદી સંગઠનો વતી ભંડોળ એકત્ર કર્યું  છે અને ટ્રાન્સફર પણ પણ કર્યું છે. આ મામલામાં શ્રીનગરના સોનવર બાગમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

આ સાથે જ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વ્યક્તિના ઘરની તપાસમાં નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આ સાથે જ હાલ પણ આ મામલાની તપાસ ચાલી રહી છે.ઘણા પુરાવાઓ મળવાની આશા સેવાઈ રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code