આયાત કરવામાં આવતા ખાદ્ય તેલના ભાવમાં સરકારે ઈફેક્ટીવ ડ્યુટી ચાર્જને વધાર્યો
- આયાતી ખાદ્ય તેલોમાં ડયુટી વધારો ઝીંકાયો
- અપેક્ષા મુજબ ભાવ ઘટતા અટકયા
- ડયુટીમાં વધારોઝીંકતા ભાવ અપેક્ષા મુજબ ન ઘટયા
રાજકોટ: આયાતી ખાદ્ય તેલોમાં ભાવમાં મોટો ઘટાડો અંદાજવામાં આવતો હતો પરંતુ કેન્દ્ર સરકારે ડયુટીમાં વધારો ઝીંકતા અપેક્ષીત ઘટાડો થઇ શકયો ન હતો. રાજકોટમાં તેલ બજારના વેપારીઓએ કહ્યું કે સીંગતેલ રૂા . 5 ઘટીને ડબ્બાનો ભાવ 2725 થયો હતો પામોલીનનો ડબ્બો 10 રૂપિયાના ઘટાડાથી 2490થી 2495 હતો.
અન્ય ખાદ્ય તેલો પણ 5 થી 10 રૂપિયાનો ઘટાડો સૂચવતા હતા. વેપારીઓના કહેવા પ્રમાણે સરકારે આજે આયાતી ખાદ્ય તેલો પરની ઇફેકટીવ ડયુટીમાં વધારો ઝીંકયો છે તેના કારણે ભાવ અપેક્ષા મુજબ ઘટી શકયા નથી. સીપીઓ પરની ડયુટી 7216 વધારીને 7362 કરી છે. ડયુટી વધારાતા ભાવ ઘટાડાને બ્રેક લાગી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ વધારો કરવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવી પડ્યો છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે લોકોને આર્થિક રીતે તંગી પડી રહી છે કારણ કે લોકોનો પગાર કાચબાની ઝડપથી વધી રહ્યો છે અને મોંઘવારી સસલાની ગતીથી વધી રહી છે.