1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી
ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી

ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ સાંપ્રદાયિક અથડામણ નહીં થઈ હોવાનો દાવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો હતો. તેમજ જ નહીં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી ઈદના અવસર પર રસ્તાઓ પર નમાજ પઢવાનું બંધ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, રામ નવમીના અવસરે ઉત્તર પ્રદેશમાં કોઈ સાંપ્રદાયિક અથડામણ થઈ નથી. આ વખતે યુપીમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં ક્યાંય હિંસા થઈ નથી. તેમના કાર્યકાળ દરમિયાન 2017 પછી એક પણ રમખાણ થયા નથી.

યોગી આદિત્યનાથે કહ્યું, “અમારી સરકારે રાજ્યમાં ગેરકાયદેસર કતલખાના બંધ કર્યા છે. અમે રાજ્યમાં ગાયોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે ગૌશાળાઓ બનાવ્યા છે, ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર પણ હટાવ્યા છે. અમારી સરકારે 700 થી વધુ ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કર્યું છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code