1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ 419 કેસ નોંધાયાં, 3500થી વધારે એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ 419 કેસ નોંધાયાં, 3500થી વધારે એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ 419 કેસ નોંધાયાં, 3500થી વધારે એક્ટિવ કેસ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન આજે નવા 419 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 454 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત થયું હતું. આમ રાજ્યમાં મૃત્યનો આંકડો 10948 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં 150 નોંધાયા છે. તો સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 29, મહેસાણામાં 19, ભાવનગર શહેરમાં 16, મોરબીમાં 12, વડોદરા ગ્રામ્ય 11, વલસાડ 1, ગાંધીનગર શહેર 10, સુરત 9, રાજકોટ શહેર 8, ભરૂચ 7, ગાંધીનગર ગ્રામ્ય 7, કચ્છ 7, નવસારીમાં સાત કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 12.34 લાખ ઉપર પહોંચ્યો છે. તેમજ હાલ 3512 એક્ટિવ કેસ છે. તેમજ 12 લાખથી વધારે દર્દીઓ કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે. આ દરમિયાન મહેસાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આજે 43981 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમ રાજ્યનું કુલ વેક્સીનેશન કવરેજ 11.16 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code