1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા
વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા

વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા

0
Social Share

WhatsApp યુઝર્સના અનુભવને વધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. ત્યાં હવે WhatsApp એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડીલીટ મેસેજ ફોર એવરીવન ફીચર માટે અપડેટ રિલીઝ કરવાની છે.

આની મદદથી યૂઝર્સ લાંબા સમય બાદ પણ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે.વોટ્સએપનું આ ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.WABetaInfo એ આ અંગે જાણ કરી છે.WABetaInfo WhatsAppના આગામી ફીચર પર નજર રાખે છે.

આ સાથે, યુઝર્સને WhatsAppમાં થઈ રહેલા નવીનતમ ફેરફારો વિશે સંપૂર્ણ માહિતી મળે છે. વોટ્સએપનું આ નવું અપડેટ ઘણા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.કંપનીનું ડીલીટ ફોર એવરીવન ફીચર 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડની મર્યાદા સાથે આવે છે.

હવે જે અપડેટ આવી રહી છે તેની સાથે તેની સમય મર્યાદા વધારવામાં આવશે. રિપોર્ટ અનુસાર તેની સમય મર્યાદા વધારીને 2 દિવસ અને 12 કલાક કરવામાં આવશે. WABetaInfo દ્વારા આ અંગે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે.

આ ફીચર હાલમાં માત્ર પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.પરંતુ, જો બધુ બરાબર રહ્યું તો કંપની ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે રિલીઝ કરશે.જો કે કંપની દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સિવાય WhatsApp અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે.જેના કારણે યુઝર્સ વધુ સારો મેસેજિંગ અનુભવ મેળવી શકશે. તેમાં પસંદગીના લોકો માટે ઓનલાઈન સ્ટેટસ બતાવવાની સુવિધા પણ સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code