1. Home
  2. ગુજરાતી
  3. એક્ટ્રેસ તાપસી પન્નુનો આજે જન્મદિવસ,બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ફિલ્મોમાં કર્યું છે કામ
એક્ટ્રેસ તાપસી પન્નુનો આજે જન્મદિવસ,બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ફિલ્મોમાં કર્યું છે કામ

એક્ટ્રેસ તાપસી પન્નુનો આજે જન્મદિવસ,બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ફિલ્મોમાં કર્યું છે કામ

0
Social Share
  •  એક્ટ્રેસ તાપસી પન્નુનો આજે જન્મદિવસ
  • બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ફિલ્મોમાં કર્યું છે કામ
  •  સાઉથ સિનેમાથી કરી હતી કરિયરની શરૂઆત  

મુંબઈ:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી તાપસી પન્નુનો આજે જન્મદિવસ છે.35 વર્ષની આ અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે,તેણે ઋષિ કપૂરથી લઈને અમિતાભ બચ્ચન સુધીના બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.

તાપસીએ પોતાના કરિયરની શરૂઆત હિન્દી સિનેમાથી નહીં પરંતુ સાઉથ સિનેમાથી કરી હતી. માત્ર ફિલ્મ જ નહીં પરંતુ આ એક્ટ્રેસ પણ પોતાના નિવેદનોને લઈને ઘણી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચે ઘણી વખત અણબનાવ થયો છે.

દિલ્હીના શીખ પરિવારમાં જન્મેલ પન્નુના પિતા દિલ મોહન એક બિઝનેસમેન છે અને તેની માતા નિર્મલજીત એક ગૃહિણી છે, તાપસી 8 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખી છે, તે એક પ્રશિક્ષિત સ્ક્વોશ પ્લેયર છે, તેણે પોતાનો અભ્યાસ દિલ્હીથી પૂર્ણ કર્યો છે.તેણે કોમ્પ્યુટર સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને તે વ્યવસાયે એન્જિનિયર છે, જોબ દરમિયાન તેને મોડલિંગનો શોખ થયો ત્યારે તેણે જોબ છોડીને મોડલિંગમાં હાથ અજમાવ્યો.

વર્ષ 2008 માં મોડેલિંગ દરમિયાન, તેણીએ પેન્ટાલૂન્સ ફેમિના મિસ ફ્રેશ ફેસ અને સફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિનનો ખિતાબ જીત્યો.શરૂઆતમાં તાપસીએ ગેટ ગોર્જિયસ માટે ઓડિશન આપ્યું હતું અને પહેલા જ પ્રયાસમાં તાપસીનું ઓડિશન સફળ રહ્યું, તેણીની પસંદગી થઈ, ત્યારબાદ તેણે મોડેલિંગ અને પછી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી.

વર્ષ 2010 માં તાપસીએ તેલુગુ ફિલ્મોથી તેની કારકિર્દીની શરૂઆત કરી, માત્ર તેલુગુ જ નહીં, તેણે અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.વર્ષ 2013માં તાપસીએ તેની પ્રથમ ફિલ્મ ચશ્મે બદ્દૂરથી હિન્દી સિનેમા તરફ વળી, આ ફિલ્મ ફ્લોપ ગઈ પરંતુ તાપસીએ હાર ન માની અને તેણે સખત મહેનત કરી.આજે તેના નામે ઘણી હિટ ફિલ્મો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code