1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરઃ- ઘાગંધ્રા પાસેના તળાવમાં ન્હાવા પડેલી 4 બાળકીઓ સહીત 5 ના મોત – ગામમાં શોકનો માહોલ છવાયો
સુરેન્દ્રનગરઃ- ઘાગંધ્રા પાસેના તળાવમાં ન્હાવા પડેલી 4 બાળકીઓ સહીત 5 ના મોત – ગામમાં શોકનો માહોલ છવાયો

સુરેન્દ્રનગરઃ- ઘાગંધ્રા પાસેના તળાવમાં ન્હાવા પડેલી 4 બાળકીઓ સહીત 5 ના મોત – ગામમાં શોકનો માહોલ છવાયો

0
Social Share
  • સુરેન્દ્રનગરના તળાવમાં ન્હાવા પડેલી 4 યુવતીઓ સહીત 5 ના લોકો ડૂબ્યા
  • એક સાથે 5ના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો

સુરેન્દ્રનગર જીલ્લાના ઘાંગ્રઘા પાસે એક તળાવમાં એક જ ગામના પાંચ બાળકો ડૂબી જતા ગામમાં શોકનો માગોલ છવાયો છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે 4 યુવતીઓ સહીત 5 લોકો તળાવમાં ન્હાવા માટે ગયા હતા , એક સાથે ગામમાં 5 બાળકોન ાશ્વાસ રુંધાતા ગામમાં શોકનું મોજૂ ફળી વળ્યું છે.

આ બાળકો ઘાંગ્મેરઘા પાસેના થાન-સરવાળ વચ્ચે તળાવમાં ન્હાવા  માટે ગયા હતા પણ કુદરતને કંઈક ઓર મંજૂર હતું તેઓ ફરી ક્યારેય જીવતા ઘધરે પાછા ફર્યા નહી.કહેવામાં આવી રહ્યું છે કે તળાવમાં પાણી વરસાદના કારણે વધી ગયું હતુ સામાન્ય દિવસો કરતા પાણી વધુ હતું પાણીના વ્હેણમાં આ પાંચેય બાળકોના જીવ ગયા હતા.આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની તજવીજ હાથ ધરાી છે. આ કરુણ ઘટના બાદ પરિવારના માથે જાણે આભ ફાટ્યું હતું, એક જ ગામમાંથી 5 બાળકોની અર્થી ઉઠવાનો વયકત આવતા લોકોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code