Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- બહાર મળતા મોમઝ હવે ઝટપટ ઘરે જ બનાવો, બે્ઝિક સામગ્રીમાંથી...

કિચન ટિપ્સઃ- બહાર મળતા મોમઝ હવે ઝટપટ ઘરે જ બનાવો, બે્ઝિક સામગ્રીમાંથી થશે રેડી

સાહિન મુલતાનીઃ-

આજકાલ મોમોઝનો ટ્રેન્ડ વધ્યો છે,યંગસ્ટર્સને મોમોઝ ખાવા ખૂબ પસંદ છે મૂળ મોમઝ સ્ટિમ કરેલા હોય છે જો કે હવે તો તંદુરીથી લઈને ફ્રાયડ મોમોઝ પણ જોવા મળે છે,તો આજે આપણે બેઝિક સામગ્રીમાંથી બનતા સ્ટિમ મોમોઝ બનાવાની સૌછથી સરળ રીત જોઈશું

  • સામગ્રી

    2 ચમચી – તેલ
    1 ચમચી – જીરું
    1 ચમચી – લસણ જીણુ સમારેલું
    1 ચમચી – લીલા મરચા જીણા સમારેલા
    1 કપ – કોબીજ જીણું સમારેલું
    1 નંગ ગાજર – જીણું સમારેલું
    1 નંગ – જીણી સમારેલી ડુંગળી
    1 નંગ – શિમલા મરચું ઝીણી સમારેલું
    4 થી 5 નંગ – લીલા મરચા સમારેલા
    જરુર પ્રમાણે – મરીનો પાવડર
    300 ગ્રામ – મેંદાનો લોટ

બનાવવાની રીત – સૌ પ્રથમ એક પેન લો હવે તેમા તેલ નાખીને ગરમ

હવે ગરમ તેલમાં જીરું ,લસણ અને લીલા મરચા નાખઈને સાંતળી લો

ત્યાર બાદ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરીનો પાવડર સહીત શિમલા મરચા, ડુંગળી તથા ગાજર એડ કરીને 1 મિનિટ પાણી બળી જાય ત્યા સુધી સાતળી લો

હવે વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી રોટલીના લોટની જેમ બાંઘી લો

હવે બાંધેલા લોટના નાના-નાના લૂઆ કરીદો .

હવે આ નાનનાના લૂઆની પુરી પાતળી સાઈઝમામ વણીલો અને તેમાં સ્ટફઇંગ ભરીને મોમોઝના શેપમાં પાણી વડે ચોંટાડી દો

હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોઝને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો.તૈયરા છે તમારા વેજ મોમોઝ જેને સેઝવાન ચટણી અને માયોનિઝ સાથે સર્વ કરી શકો છો.

સંબંધિત લેખો

Most Popular