Homeગુજરાતીસ્વીડનના નવા પીએમ બનશે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન, નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

સ્વીડનના નવા પીએમ બનશે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન, નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ સ્વીડનના નવા વડાપ્રધાન તરીકે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન ચૂંટાઈ આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પીએમ તરીકેની તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “સ્વીડનના આગામી પ્રધાનમંત્રી તરીકે એચ.ઇ. શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસનને તેમની પસંદગી બદલ અભિનંદન. હું અમારી બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

સંબંધિત લેખો

Most Popular